શોધખોળ કરો

14 વર્ષથી સજા ભોગવી રહેલાં વ્યક્તિને સુપ્રીમ કોર્ટે આપ્યાં જામીન, જાણો સુપ્રીમે હાઇકોર્ટને શું કહ્યું

આરોપી વ્યક્તિએ ઓક્ટોબર 2013માં નીચલી અદાલતના આદેશ સામે દાખલ કરેલી અપીલ પેન્ડિંગ હતી એ દરમિયાન જામીન મેળવવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.

Delhi : સુપ્રીમ કોર્ટે 14 વર્ષથી સજા ભોગવી રહેલાં વ્યક્તિને જામીન આપ્યાં છે. આ કેસમાં  સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પહેલા તેની  પેન્ડીંગ અરજીની સુનાવણી થવી જોઈએ તે આધારે વ્યક્તિની જામીન અરજી ફગાવવામાં અલ્હાબાદ હાઈકોર્ટના દૃષ્ટિકોણને નકારે છે, કારણ કે તે પહેલાથી પેન્ડિંગ અપીલની સંખ્યામાં વધારો કરશે. સુપ્રીમ કોર્ટે ઈલાહાબાદ હાઇકોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને અપીલકર્તાને જામીન આપ્યા હતા. 

આ કેસમાં સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે આજની તારીખે વ્યક્તિએ 14 વર્ષથી વધુ જેલની સજા ભોગવી છે, જ્યારે તેની અપીલ સાત વર્ષથી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આ વ્યક્તિએ ઑક્ટોબર 2013 ના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામે દાખલ કરેલી અરજી પેન્ડીંગ રહી એ  દરમિયાન જામીન મેળવવા હાઇકોર્ટ સમક્ષ અરજી કરી હતી.કોર્ટે તેને ફોજદારી કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને સજા ફટકારી હતી.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ડિસેમ્બર 2019 માં હાઇકોર્ટ દ્વારા અરજદારની જામીન અરજી એવું કહીને ફગાવી દેવામાં આવી હતી કે આ કેસમાં પેપરો બે અઠવાડિયામાં તૈયાર કરવામાં આવે અને તે પછી તરત જ સુનાવણી માટે આ કેસને સૂચિબદ્ધ કરવામાં આવે. ત્યારપછી ત્રણ વખત અપીલકર્તાએ આ કેસને  સૂચિબદ્ધ કરવા  માટે અરજી કરી હતી અને તે ગયા વર્ષે ઓક્ટોબરમાં સૂચિબદ્ધ  કરવામાં આવ્યો હતો, પરંતુ તેના પર વિચાર કરવામાં આવ્યો ન હતો.

ખંડપીઠે જણાવ્યું હતું કે જામીનની તપાસ કરવાને બદલે, તે માત્ર એ આધાર પર ફગાવી દેવામાં આવી હતી કે તેની પેન્ડીંગ અરજીની સુનાવણી થવી જોઈએ, તેનાથી સમસ્યા હલ થતી નથી કારણ કે અલાહાબાદ હાઈકોર્ટમાં મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડીંગ છે. કોર્ટે કહ્યું કે જામીનની બાબતોનો અભિગમ કોર્ટ પર વધુ દબાણ લાવી રહ્યો છે. આ પ્રકારનો આ એકમાત્ર કિસ્સો નથી જે આપણે જોયો છે.

ખંડપીઠે કહ્યું કે જો હાઈકોર્ટના આદેશની તારીખને પણ ધ્યાનમાં લેવામાં આવે તો, અપીલકર્તાએ ત્યાં સુધીમાં લગભગ 12 વર્ષ કસ્ટડીમાં વિતાવ્યા હશે અને જો અરજી પેન્ડિંગ હોય, તો આવા જામીન ન આપી શકાય તેવું કોઈ કારણ નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Embed widget