શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
SC/ST એક્ટ પર રોક લગાવવા SCનો ઈનકાર, કેન્દ્ર સરકારે કહ્યુ- કોર્ટનું કામ કાયદો બનાવવાનું નથી
નવી દિલ્હી: એસસી-એસટી એક્ટને લઈને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વધુ ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં પોતાના નિર્ણય પર રોક લગાવા ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ભારે વાદ વિવાદ થયો હતો. કોર્ટે કહ્યું કે, એસટી-એસટી એક્ટ માં એફઆઈઆર પહેલા અધિકારી સંતુષ્ટ હોવો જોઈએ કે કોઈને ખોટી રીતે તો નથી ફસાવવામાં આવી રહ્યા. જરૂરત પડે ત્યારે ધરપકડ કરવામા આવે. તેના પર કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું કે કોર્ટનું કામ કાયદો બનાવવાનું નથી.
કેન્દ્ર સરકારના નિવેદન પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવતા કહ્યું કે જો આ દેશમાં જીવવાના અધિકારને કોર્ટ લાગુ નહીં કરે તો કોણ કરશે? શું કોર્ટ પોતાના અધિકારનો ઉપયોગ કરીને જીવવાના અધિકારને લાગુ નથી કરી શકતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટના આદેશને ખોટી રીતે સમજવામાં આવી રહ્યો છે. અમે કહ્યું છે કે ફરિયાદ પહેલા અધિકારીને સંતુષ્ટ હોવો જોઈએ કે કોઈને ખોટી રીતે તો નથી ફસાવવામાં આવી રહ્યા.
કોર્ટે કહ્યું અમારો નિર્ણય કોઈને એવું નથી કહેતો કે તે અપરાધ કરે, દોષીને સજા મળવીજ જોઈએ,પરંતુ ગુનો કર્યા વગર કોઈ જેલમાં શા માટે જાય? એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું ધરપકડ પહેલા વિભાગના અધિકારી કે એસપીની મંજૂરીની જોગવાઈ રાખવી સીઆરપીસી માં ફેરફાર કરવા જેવું છે. આ મામલે વિચાર કરવા માટે મોટી બેન્ચને પાસે મોકલવું જોઈએ. વધુ સુનાવણી 16 મેના રોજ થશે.
જણાવી દઈએ કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટ, 1989માં સીધી રીતે ધરપકડ પર રોક લગાવવાનો નિર્ણય આપ્યો હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમા આ મામલે પુનર્વિચાર વિચાર કરવા પીટિશન કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion