શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કુમારસ્વામી સરકારને 'જીવતદન', સુપ્રીમ કોર્ટે આજે જ બહુમતી સાબિત કરવાની ના પાડી
કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકારે 19 જુલાઇએ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી ફ્લૉર ટેસ્ટની ડેડલાઇનું પાલન ન હતુ કર્યુ. હવે આજે ફ્લૉર ટેસ્ટ માટે કહ્યું હતુ
નવી દિલ્હીઃ કર્ણાટકની રાજનીતિમાં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મોટો ઉલટફેર કરતુ ડિસીઝન આપ્યુ છે. બળવાખોર ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી હતી કે તે આદેશ આપે કે કુમારસ્વામી બહુમતી સાબિત કરે, ફ્લૉર ટેસ્ટ કરાવે. સુપ્રીમ કોર્ટે આજે કોઇ આદેશ આપવાની ના પાડી દીધી છે. આનાથી કુમારસ્વામી સરકારને જીવતદાન મળ્યુ છે અને બળવાખોરોને ઝટકો લાગ્યો છે.
બળવાખોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ આજે જ કર્ણાટકામાં બહુમતી સાબિત કરવાનો આદેશ આપવા કોર્ટને અનુરોધ કર્યો હતો. આના પર કોર્ટે કહ્યું કે, આ પ્રકારનો તે કોઇપણ આદેશ આપવા નથી માગતુ. રોહતગીને આના પર કહ્યું કે તો પછી કાલે સુનાવણી નક્કી કરો તો કોર્ટ કહ્યું કાલે જોઇશુ.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ધારાસભ્યોના રાજીનામા બાદ કુમારસ્વામી સરકારે 19 જુલાઇએ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી ફ્લૉર ટેસ્ટની ડેડલાઇનું પાલન ન હતુ કર્યુ. હવે આજે ફ્લૉર ટેસ્ટ માટે કહ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામા પડ્યા બાદ હાલમાં કુમારસ્વામી સરકાર પાસે પુરતા આંકડા નથી. જેથી સરકાર પડી પણ શકે છે. કુમારસ્વામીએ બીજેપી પર સરકાર પાડવાનો પણ આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion