Supreme : સુપ્રીમ કોર્ટે કેમ યુવતીને કહ્યું કે "....તુ જરૂર કરતા વધારે સ્માર્ટ બને છે"
યુવતીના આ આરોપ પર જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું હતું કે, તમે આવા આરોપો ના લગાવો. તમે કંઈ પણ બોલો છો.
Supreme Court: 20 વર્ષની છોકરીના કથિત અપહરણના કેસની સુનાવણી દરમિયાન મંગળવારે સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી હતી. યુવતીએ પોતે કોર્ટમાં હાજર થઈ પોતાની વાત રજુ કરતી વખતે કંઈક એવી દલીલ કરી હતી કે, કોર્ટે આ આકરી ટિપ્પણી કરી હતી.
યુવતીએ સુપ્રીમ કોર્ટમાં હાજર થઈ કહ્યું હતું કે, હું મારા પરિવાર સાથે નથી રહેતી અને મારો ભાઈ મારી સાથે જાતીય હુમલો કરે છે. યુવતીના આ આરોપ પર જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું હતું કે, તમે આવા આરોપો ના લગાવો. તમે કંઈ પણ બોલો છો.
લાઇવ લો મુજબ, કોર્ટે આરોપી વ્યક્તિની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે દિલ્હી પોલીસને યુવતીને વારાણસી પરત ના લઈ જવામાં આવે ત્યાં સુધી સુરક્ષા આપવા પણ કહ્યું છે. યુવતીએ એમ પણ કહ્યું હતું કે, કોર્ટની કાર્યવાહી પહેલા તેના સગા ભાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે જોખમના ડરથી પાછી નથી જઈ રહી.
આ મામલે જસ્ટિસ બેલા ત્રિવેદીએ વધુમાં કહ્યું હતું કે, તેઓ આ કેસની સુનાવણી કરવા ઈચ્છુક નથી. તમે કાયદો તમારા હાથમાં લઈ ના શકો. તમે જરૂર કરતાં વધુ સ્માર્ટ બની રહ્યા છો. કંઈ પણ બોલી રહ્યા છો. આ અંગે વકીલે કહ્યું હતું કે, છોકરીએ પોતે જ બહાર જવાનું નક્કી કર્યું છે. વકીલની વાત પર જસ્ટિસે કહ્યું હતું કે, ના, કંઈક તો ગડબડ છે. તેને આ બાબતની કેવી રીતે ખબર પડી? તે કોઈ પક્ષકાર પણ નથી.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટ અરજદારની અરજી પર સુનાવણી કરી રહી હતી જેના પર બે છોકરીઓના અપહરણનો આરોપ હતો. આમાંથી એક યુવતી સુપ્રીમ કોર્ટની કેન્ટીન પાસે ઉભી રહી અને વીડિયો કોલ દ્વારા હાજર થઈ અને કહ્યું હતું કે, મારા જીવને ખતરો છે, હું કોર્ટમાં આવવા માંગુ છું. તેના પર જસ્ટિસ બેલા ત્રિવેદીએ કહ્યું કે, તમે ત્યાં ઉભા રહો, કોઈ તમને લેવા માટે આવી રહ્યું છે. ત્યાર બાદ આ યુવતીને કોર્ટમાં લાવવામાં આવી. કોર્ટમાં તેણે તેના પરિવાર અને ભાઈ પર જ ગંભીર આરોપ લગાવ્યા હતાં.
Delhi Government vs Centre Row: દિલ્હી પર ચૂંટેલી સરકારનો અધિકાર – સુપ્રીમ કોર્ટ
ગુરુવારે (11 મે), સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ દિલ્હી સરકાર અને કેન્દ્ર વચ્ચેના વિવાદ પર પોતાનો મહત્વપૂર્ણ ચુકાદો આપી રહી છે. સુપ્રીમ કોર્ટે વહીવટી સેવાઓ પર નિયંત્રણને લઈને દિલ્હી સરકારની અરજી પર સર્વસંમતિથી નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે 2019માં જસ્ટિસ ભૂષણના નિર્ણય સાથે સહમત નથી. 2019 માં, ન્યાયમૂર્તિ ભૂષણે સંપૂર્ણ રીતે કેન્દ્રની તરફેણમાં ચુકાદો આપ્યો.
પાંચ જજોની બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ એમ.આર.શાહ, કૃષ્ણ મુરારી, હિમા કોહલી અને પીએસ નરસિમ્હા સામેલ છે.