શોધખોળ કરો
સર્જિકલ સ્ટ્રાઈક પછી અત્યાર સુધી 15 પાક રેંજર અને 10 આતંકી ઠાર મરાયા: DG-BSF

જમ્મૂ: જમ્મૂ-કાશ્મીરના નાગરોટામાં આતંકી હુમલા પછી બીએસએફના ડીજી કેકે શર્માએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઈક પછી અત્યાર સુધી 15 પાકિસ્તાની રેંજર અને 10 આતંકીઓ માર્યા ગયા છે. કેકે શર્માએ જણાવ્યું કે, અમે પોતાના સુરક્ષાદળોને આધુનિક બનાવવાની દિશામાં યોગ્ય કદમ ઉઠાવ્યા છે. સાંબા સેક્ટરમાં કાલે થયેલી ઘૂસણખોરી પર તેમને કહ્યું કે સાંભામાં એક નાની સુરંગ મારફતે ઘૂસણખોરી થઈ હતી. પરંતુ એવી સુરંગોને જાણવા માટે અમારી પાસે કોઈ ટેકનિક નથી. નગરોટામાં સેનાની છાવણીમાં છૂપાયેલા કોઈ પણ આતંકવાદીની શોધ માટે આજથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નગરોટામાં આતંકી હુમલામાં સેનાના સાત જવાન શહીદ થયા હતા. સેના પ્રમુખ જનરલ દલબીર સિંહ સુહાગે આજે સ્થિતિની સમીક્ષા કરવા માટે નગરોટા કોરની ઓફિસ આવવાની સંભાવના છે.
વધુ વાંચો





















