શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આજે બપોરે 3 વાગ્યે રાજકીય સન્માન સાથે સુષ્મા સ્વરાજના થશે અંતિમ સંસ્કાર, જાણો દિવસનો કાર્યક્રમ
આજે બપોરે 3 વાગ્યે સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા નીકળશે અને લોધી રોડનાં સ્મશાન ગૃહમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિગ્ગજ નેતાઓએ સુષ્મા સ્વરાજનાં નિધન પર દુ:ખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ અર્પી હતી.
નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. મંગળવાર સાંજે જ તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જાણકારી પ્રમાણે સુષ્મા સ્વરાજને હ્રદય રોગનો હુમલાના કારણે નિધન થયું હતું. બીજેપીનાં મોટા નેતાઓ એમ્સ દોડી આવ્યા હતા. સુષ્મા સ્વરાજનાં મોતનાં સમાચાર સાંભળતાં જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. દિગ્ગજ નેતાઓએ સુષ્મા સ્વરાજનાં નિધન પર દુ:ખ વ્યક્ત કરતા શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આજે બપોરે 3 વાગ્યે સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રા નીકળશે અને લોધી રોડનાં સ્મશાન ગૃહમાં તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બીજેપીનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, 12 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે કાર્યકર્તાઓ અને લોકો દ્વારા અંતિમ દર્શન માટે સુષ્માજીનાં નશ્વરદેહને બીજેપી મુખ્યાલયમાં રાખવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, આજે સવારે 11 વાગ્યા સુધી તેમના નશ્વરદેહને તેમના નિવાસસ્થાન પર અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યે રાજકીય સમ્માન સાથે સુષ્મા સ્વરાજનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.BJP Working President Jagat Prakash Nadda: Sushma Ji is no more with us, it is a sad incident for not only BJP but the whole country. She inspired us, her last tweet tells us how she was involved in serving the nation in an emotional way. pic.twitter.com/n8DdhSHmi1
— ANI (@ANI) August 6, 2019
દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને મોદી સરકારમાં વિદેશ મંત્રી રહેલા સુષ્મા સ્વરાજને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત જાણવા માટે કેન્દ્રિય મંત્રી ડો. હર્ષવર્ધ અને નીતિન ગડકરી એમ્સ પહોંચ્યા હતાં પરંતુ 11:18 મીનિટ પર એમ્સ તરફથી તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી.Sushma Ji’s demise is a personal loss. She will be remembered fondly for everything that she’s done for India. My thoughts are with her family, supporters and admirers in this very unfortunate hour. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 6, 2019
पूर्व विदेश मंत्री और भाजपा की वरिष्ठ नेता व संसदीय बोर्ड की सदस्य श्रीमती सुषमा स्वराज जी के आकस्मिक निधन से मन अत्यंत दुखी है।
उन्होंने एक प्रखर वक्ता, एक आदर्श कार्यकर्ता, लोकप्रिय जनप्रतिनिधि व एक कर्मठ मंत्री जैसे विभिन्न रूपों में भारतीय राजनीति में अपनी अमिट छाप छोड़ी है।— Amit Shah (@AmitShah) August 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion