શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાક. યુવતીને આપ્યો ટ્વિટનો આવો જવાબ, જાણો શું કહ્યું
નવી દિલ્લી: પાકિસ્તાન અને ભારત વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવની સ્થિતિ વણસતી જાય છે. એવામાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજના એક ટ્વિટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સુષમા સ્વરાજ ટ્વિટર પર ઘણા એક્ટિવ છે અને વિદેશમાં વસતા ભારતીયોને મદદ કરવા માટે હંમેશા ત્વરિત જવાબ આપે છે.
હાલમાં પાકિસ્તાનથી અંડર-19 યુવતીઓનું એક ડેલિગેશન ગ્લોબલ યુથ પિસ ફેસ્ટીવલ માટે ચંદીગઢ આવ્યું હતું. જેમને પાછા પાકિસ્તાન મોકલવા માટે સુષમા સ્વરાજે મદદ કરી હતી. આ ડેલિગેશને સુરક્ષિત પાછા ફરવા માટે સુષમા સ્વરાજનો સંપર્ક કર્યો હતો. સુષમા સ્વરાજે આપેલો જવાબ બધાના દિલ જીતી લે તેવો છે.
આ ડેલિગેશનની એક સભ્ય આલિયા હરિરે ટ્વિટ કર્યું હતું કે,
Extremely overwhelmed. Spoke to @SushmaSwaraj ji who assured that Pakistani delegation of #GYPF2016 will reach Pakistan back safe. ???? ???????? ????????
— Aliya Harir (@AliyaHarir) October 1, 2016
જેના જવાબમાં સુષમા સ્વરાજે કહ્યું હતું કે,
જેમાં સુષમાએ આલિયાને કહ્યું હતું કે, મને તમારી સુરક્ષાની ચિંતા હતી કેમકે દિકરીઓ તો બધાની હોય છે. અત્યારે જ્યારે બંને દેશ વચ્ચે તનાવભરી પરિસ્થિતિ છે ત્યારે પણ સુષ્મા સ્વરાજના આ ટ્વિટથી તેઓ પોતાની નૈતિક ફરજને નથી ભૂલી રહ્યા તેનું ઉદાહરણ છે.Aliya - I was concerned about your well being kyonki betiyan to sabki sanjhi hoti hain. https://t.co/9QyeMQfRwy
— Sushma Swaraj (@SushmaSwaraj) October 3, 2016
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion