શોધખોળ કરો
Advertisement
‘મોદી વડાપ્રધાન બનવા લાયક છે’ એવું ખુલ્લેઆમ કહેનારાં સુષ્મા ભાજપનાં પહેલાં નેતા હતાં, જાણો વિગત
ભાજપે 2013માં મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા પણ તેના એક વર્ષ પહેલાં જ સુષ્મા સ્વરાજે વડોદરામાં જાહેર કરી દીધું હતું
નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ સળંગ બીજી વાર દેશના વડાપ્રધાનપદે બેસીને ઈતિહાસ રચ્યો છે ત્યારે મોદીની આ સિધ્ધીમાં સુષ્મા સ્વરાજ પણ નિમિત્ત બન્યાં છે. મોદી માટે વડાપ્રધાનપદ સુધીની સફર આસાન નહોતી. નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવા સામે ભાજપમાં જ વિરોધ હતો.
રસપ્રદ વાત એ છે કે, મોદી વડાપ્રધાનપદ માટે લાયક છે એવું કહેનારાં સુષ્મા સ્વરાજ ભાજપનાં પહેલાં ટોચનાં નેતા હતાં. ભાજપે 2013માં મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા પણ તેના એક વર્ષ પહેલાં જ સુષ્મા સ્વરાજે વડોદરામાં જાહેર કરી દીધું હતું કે, મોદી વડાપ્રધાન બનવા માટે લાયક ઉમેદવાર છે.
સુષ્મા સ્વરાજના નિધનને મોદીએ અંગત ખોટ ગણાવી છે તેનું કારણ સુષ્માએ મોદીને આપેલો સાથ છે. મોદીનો વિરોધ કરવામાં પાછી પાની નહીં કરનારાં સુષ્માએ મોદીની શક્તિની પણ પ્રસંશા કરીને તેમને ખુલ્લેઆમ વડાપ્રધાનપદે બેસાડવાની તરફેણ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion