શોધખોળ કરો
Advertisement
બંગાળમાં ચૂંટણી પહેલા મમતા બેનર્જીને મોટા ઝાટકો, કદ્દાવર નેતા શુભેંદુ અધિકારીએ મંત્રી પદેથી રાજીનામું આપ્યું
નંદીગ્રામ આંદોલનના સૂત્રધાર શુભેંદુ રાજ્યની 65 સીટો પર અસર રાખે છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝાટકો લાગ્યો છે. આગામી વર્ષે થનાર વિધાનસભા ચૂંટણી પહેલા જ શુભેંદુ અધિકારીએ પશ્ચિમ બંગાળ સરકારમાં પોતાના મંદ્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુભેંદુ અધિકારી પશ્ચિમ બંગાળની ટીએમસી સરકારમાં પરિવહન મંત્રીના પદ પર હતા. પરંતુ હવે શુભેંદુ અધિકારીએ મંદ્રી પદેથી રાજીનામું આપ્યું છે. કહેવાય છે કે, શુભેંદુ અધિકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીથી નારાજ ચાલી રહ્યા હતા.
હાલમાં જ શુભેંદુ અધિકારીએ હુગલી નદી કમિશ્નર પદેથી રાજીનામું આપ્યું હતું. જ્યારે હવે મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી સરકારમાંથી પરિહવન મંત્રી પદેથી પણ શુભેંદુ અધિકારીએ પોતાનું રાજીનામું આપ્યું છે. નંદીગ્રામ આંદોલનના સૂત્રધાર શુભેંદુ રાજ્યની 65 સીટો પર અસર રાખે છે. એવામાં તેમના મંત્રી પદેથી રાજીનામું આપવું ટીએમસી માટે ઘણી મુશ્કેલી ઉભી કરી શકે છે. જણાવીએ કે, શુભેંદુ અધિકારી 2007માં પૂર્વ મિદનાપુરથી લઈને નંદીગ્રામમાં એક ઇન્ડિનેશિયાઈ રાયાયણિક કંપની વિરૂદ્ધ ભૂમિ અધિગ્રહણ વિરૂદ્ધ આંદોલનના આગેવાન હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
ધર્મ-જ્યોતિષ
Advertisement