શોધખોળ કરો
કોવિડ-19ને લઈ આ રાજ્યનો મોટો નિર્ણય, આજથી 15 જુલાઈ સુધી રદ્દ કરી સ્પેશિયલ ટ્રેન, જુઓ લિસ્ટ
તમિલનાડુમાં પ્રવાસી મજૂરોની વાપસી બાદ કોરોના દર્દીની સંખ્યા વધી રહી છે.

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સરકારે અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા લોકડાઉનમાં ઘણી છૂટછાટ આપી છે, જેના કારણે કોરોનાનો કેર વઝી રહ્યો છે. આ કારણે હવે સાઉથર્ન રેલવેએ લોકડાઉનમાં સંચાલિત થનારી અનેક સ્પેશિયલ ટ્રેનો 15 જુલાઈ સુધી રદ્દ કરી દીધી છે. કોરોનાના વધી રહેલા ખતરાને જોતાં તમિલનાડુ સરકારે ભારતીય રેલવેને ટ્રેન કેન્સલ કરવાની વિનંતી કરી હતી. જેને સ્વીકાર કરતાં રેલવેએ 29 જૂનથી 15 જુલાઈ સુધી દોડાવવામાં આવનારી સ્પેશયલ ટ્રેનો કેન્સલ કરી દીધી છે. તમિલનાડુમાં પ્રવાસી મજૂરોની વાપસી બાદ કોરોના દર્દીની સંખ્યા વધી રહી છે. દરરોજ રાજ્યમાં રેકોર્ડ નવા કેસ સામે આવી રહ્યા હોવાથી સરકારે ટ્રેન કેન્સલ કરવાનો ફેંસલો લીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 82,275 પર પહોંચી છે. જેમાંથી 1079 લોકોના મોત થયા છે. 45,537 લોકો સાજા થઈ ગયા છે અને 35,659 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો





















