Illegal Liquor: તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 12ના મોત! SP સસ્પેન્ડ, CB-CID કરશે તપાસ
Illegal Liquor: તમિલનાડુના કલ્લાકુરિચીમાં ઝેરી દારૂના કારણે 19 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં સીએમ સ્ટાલિને ડીએમની બદલી કરી દીધી છે અને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.
Illegal Liquor: તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે મોતનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. દારૂ પીધા બાદ જેમની તબિયત બગડતા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં 40 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. જો કે, તાત્કાલિક પગલાં લેતા, મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને આ મામલે CB-CID તપાસના આદેશ આપ્યા છે.
10 people have died in hooch tragedy in Tamil Nadu's Kallakurichi.
Tamil Nadu CM MK Stalin has ordered a CB-CID inquiry on the issue and transferred District Collector Sravankumar Jatavath and appointed MS Prashanth as the new Collector for Kallkurichi district. Kallakurichi SP…— ANI (@ANI) June 19, 2024
મળતી માહિતી મુજબ, આ મામલો કલ્લાકુરિચી જિલ્લાનો છે, જ્યાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ પોલીસે કાર્યવાહી કરી દારૂ વેચનારની ધરપકડ કરી 200 લીટર ગેરકાયદેસર દારૂ કબજે કર્યો હતો. આ સિવાય સીએમ સ્ટાલિને CB-CID તપાસના આદેશ આપ્યા છે. તેમજ જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી જિલ્લા કલેક્ટરની બદલી કરવામાં આવી છે. તે જ સમયે, મૃતકના સંબંધીઓનું કહેવું છે કે દારૂ પીધા પછી બધાને ઉલ્ટી થઈ, પેટમાં દુખાવો થયો અને બેભાન થઈ ગયા. તેમણે કહ્યું કે અમે તેમને હંમેશા કહીએ છીએ કે ગેરકાયદેસર દારૂ ન પીવો. પરંતુ તેઓએ અમારી વાત ન સાંભળી.
ડીએમની બદલી અને એસપી સસ્પેન્ડ- સીએમ સ્ટાલિન
આ દરમિયાન તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને આ મામલે CB-CID તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લા કલેક્ટર શ્રવણકુમાર જાટવથની બદલી કરી છે. આ સાથે, મુખ્યમંત્રીએ એમએસ પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન, કલ્લાકુરિચીના એસપી સમયસિંહ મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને રજત ચતુર્વેદીને નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાના અનેક પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સાથે 12 લોકોના મોતને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. જો કે, રિપોર્ટ પ્રમાણે હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.