Lok Sabha Elections: કોગ્રેસ- DMK વચ્ચે તમિલનાડુ અને પુડુચેરીમાં સીટોની વહેંચણી પર લાગી મહોર, જાણો કોણ કેટલી બેઠકો પર લડશે ચૂંટણી
Lok Sabha Elections 2024: કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) વચ્ચે આગામી લોકસભા ચૂંટણીમાં તમિલનાડુમાં 40 બેઠકો પર બેઠકોની વહેંચણીના મુદ્દે સર્વસંમતિ સધાઈ છે.
Lok Sabha Elections 2024: કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) વચ્ચે આગામી લોકસભા ચૂંટણીમાં તમિલનાડુમાં 40 બેઠકો પર બેઠકોની વહેંચણીના મુદ્દે સર્વસંમતિ સધાઈ છે. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે ડીએમકેના વડા ડીએમકે સ્ટાલિન સાથેની વાતચીત ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહી હતી. તમિલનાડુ અને પુડુચેરીમાં સીટોની વહેંચણીને લઈને તેમની સાથે સમજૂતી થઈ છે.
#WATCH | Tamil Nadu | Congress will contest elections on 9 seats in Tamil Nadu and one seat in Puducherry. On the remaining seats, we will support the candidates of DMK and alliance parties. We will win all 40 seats of Tamil Nadu, says Congress MP KC Venugopal pic.twitter.com/fcksz92VVK
— ANI (@ANI) March 9, 2024
કોંગ્રેસ પાર્ટી રાજ્યની 40માંથી 9 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે. સાથે જ કોંગ્રેસ પુડુચેરીની એક સીટ પર પણ ચૂંટણી લડશે. કોંગ્રેસ તમિલનાડુની બાકીની તમામ બેઠકો પર ડીએમકે અને સહયોગી પક્ષોના ઉમેદવારોને સમર્થન આપશે. ચેન્નાઈમાં ડીએમકેના મુખ્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં ડીએમકેના વડા અને તમિલનાડુના સીએમ એમ સ્ટાલિન અને કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલ ઉપરાંત મુકુલ વાસનિક, કોંગ્રેસના પૂર્વ સાંસદ અજોય કુમાર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે
આ દરમિયાન, કોંગ્રેસ દ્વારા શુક્રવારે (8 માર્ચ) આગામી લોકસભા ચૂંટણી માટે 39 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી હતી. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓના નામ પણ આ યાદીમાં સામેલ છે. કોંગ્રેસ એક પણ બેઠક ગુમાવવા માંગતી નથી. તેથી, તેણે તેના ઘણા શક્તિશાળી નેતાઓને લોકસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર ચૂંટણી લડશે
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए 39 लोकसभा सीटों पर कांग्रेस उम्मीदवारों के नाम घोषित किए गए। pic.twitter.com/jOQk3rycwG
— Congress (@INCIndia) March 8, 2024
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 39 નામ સામે આવ્યા છે. આમાં વાયનાડથી રાહુલ ગાંધી, તિરુવનંતપુરમથી શશિ થરૂર, રાજનાંદગાંવથી ભૂપેશ બઘેલ, મેઘાલયથી વિન્સેન્ટ પાલા અને ત્રિપુરા પશ્ચિમથી આશિષ સાહાના નામ સામે આવ્યા છે.