દેશભરમાં 5 સપ્ટેમ્બરે કેમ મનાવાયા છે શિક્ષક દિવસ, તેની પાછળ શું છે રસપ્રદ કહાણી
Teachers Day 2021: ડોક્ટર રાધાકૃષ્ણને તેમનો જન્મદિવસ અધ્યાપકોને કેમ કર્યો હતો સમર્પિત, તેની પાછળ છે એક રસપ્રદ કહાણી
![દેશભરમાં 5 સપ્ટેમ્બરે કેમ મનાવાયા છે શિક્ષક દિવસ, તેની પાછળ શું છે રસપ્રદ કહાણી Teachers day 2021 why teachers day is celebrated on 5th September know the history of this day here દેશભરમાં 5 સપ્ટેમ્બરે કેમ મનાવાયા છે શિક્ષક દિવસ, તેની પાછળ શું છે રસપ્રદ કહાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/05/19abc0b30c7c6191b39524db296d2728_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Teachers Day 2021: ડોક્ટર રાધાકૃષ્ણને તેમનો જન્મદિવસ અધ્યાપકોને કેમ કર્યો હતો સમર્પિત, તેની પાછળ છે એક રસપ્રદ કહાણી
સમગ્ર દેશ દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવે છે.આ દિવસ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મનાવામાં આવે છે. તેમણે આ દિવસને શિક્ષકોને સમર્પિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આજે શિક્ષક દિવસને અવસરે સમગ્ર દેશ બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરે છે અન તેમના સન્માનમાં જ સમગ્ર દેશ શિક્ષક દિવસ મનાવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમનો જન્મ દિવસ શિક્ષકના સન્માન અને યોગદાન માટે મનાવવાનો વિચાર આવ્યો અને તેમને તેમનો જન્મ દિવસ શિક્ષક દિન માટે સમર્પિત કરી દીધો, ત્યારથી જ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે. જેની શરૂઆત 1962થી થઇ હતી. તેની પાછળની કહાણી પણ ખૂબ ડ રસપ્રદ છે. તો આવો જાણીએ કે આખરે ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસ કેમ મનાવાય છે.
દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888માં તમિલનાડુના તિરૂમની ગામમાં એક બ્રાહ્મણ પરિવારને ત્યાં થયો હતો. તે બાળપણથી વાંચનના શોખીન હતા અને સ્વામી વિવેકાનંદથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમનું નિધન ચેન્નઇનાં 17 એપ્રિલ 1975માં થયું હતું.
કેમ 5 સપ્ટેમ્બરે મનાવાય છે શિક્ષક દિન?
અલગ અલગ દેશમાં આ શિક્ષક દિવસ અલગ અલગ તારીખે મનાવાયા છે. આપણા દેશમાં 5 સપ્ટેમ્બર મનાવવા પાછળ એક કહાણી છે. જ્યારે ડોક્ટર સર્વેપલ્લી રાધાકૃષ્ણ દેશના રાષ્ટ્રપતિ બન્યા તો કેટલા વિદ્યાર્થીઓ તેમને મળ્યાં અને તેમનો જન્મ દિવસ અલગ રીતે મનાવવા માટેની મંજૂરી માંગી પરંતુ આ સમયે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણે અનુરોધ કર્યો કે, “મારો જન્મદિન મનાવવાને બદલે આ દિવસ શિક્ષકોને સમર્પિત કરવામાં આવે અને તે દિવસે શિક્ષકોનું સન્માન કરવામાં આવે તેમના શ્રેષ્ઠ કામ માટે તેમને પુરસ્કૃત કરવામાં આવે” બસ આ જ દિવસથી એટલે કે, 5 સપ્ટેમ્બર 1962થી દેશમાં શિક્ષક દિવસ મનાવાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)