શોધખોળ કરો

Telangana Elections 2023 Live Updates : તેલંગણામાં 11 વાગ્યા સુધી 20 ટકાથી વધુ મતદાન, કે.કવિતા વિરુદ્ધ કેસ દાખલ

Telangana Election 2023: સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે.

LIVE

Key Events
Telangana Elections 2023 Live Updates :  તેલંગણામાં 11 વાગ્યા સુધી 20 ટકાથી વધુ મતદાન, કે.કવિતા વિરુદ્ધ કેસ દાખલ

Background

Telangana Election 2023: તેલંગણામાં ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેલંગણામાં સત્તાધારી પાર્ટી ભારત સમિતિ (BRS) ના વડા કે. ચંદ્રશેખર રાવ જેવા ટોચના નેતાઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યા પછી ગુરુવારે (30 નવેમ્બર) 119 સભ્યોની રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જ્યાં કુલ 3.26 કરોડ નોંધાયેલા મતદારો છે.

સત્તાવાર સૂત્રોએ બુધવારે (29 નવેમ્બર) જણાવ્યું હતું કે 30 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 106 મતવિસ્તારોમાં અને 13 ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત મતવિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. આ ચૂંટણીમાં 2,290 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ, તેમના મંત્રી-પુત્ર કે. ટી. રામારાવ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડી અને ભાજપના લોકસભા સભ્ય બી. સંજય કુમાર અને ડી અરવિંદનો સમાવેશ થાય છે.

ભાજપ અને પવન કલ્યાણની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે

સત્તાધારી BRS એ તમામ 119 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે ભાજપ 111 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો છે. અભિનેતા પવન કલ્યાણની પાર્ટી જનસેના બાકીની 8 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે તેના સહયોગી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ને એક સીટ આપી છે અને બાકીની 118 સીટો પર પોતે ચૂંટણી લડી રહી છે.

તેલંગણાની રચના બાદ BRS સત્તામાં છે.

BRS 2014માં શરૂ થયેલી તેની જીતનો સિલસિલો ચાલુ રાખવા આતુર છે, જ્યારે કોંગ્રેસ 2018 અને તેના ચાર વર્ષ પહેલાં હાર્યા બાદ સત્તા જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દરમિયાન તેલંગણાને આંધ્ર પ્રદેશમાંથી અલગ કરીને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. ભાજપ પણ દક્ષિણના આ રાજ્યમાં પહેલીવાર સત્તામાં આવવામાં કોઈ કસર છોડી રહ્યું નથી.

આ વખતે મુખ્યમંત્રી કેસીઆર બે બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.

આ ચૂંટણીમાં મુખ્યમંત્રી કેસીઆર બે મતવિસ્તારો ગજવેલ અને કામારેડ્ડી પર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કામારેડ્ડી અને ગજવેલમાં રોમાંચક સ્પર્ધા જોવા મળી રહી છે. કોંગ્રેસે તેના પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીને કામારેડ્ડીમાં મુખ્યમંત્રીની સામે ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર વેંકટ રમણ રેડ્ડીને પણ મજબૂત માનવામાં આવે છે.

14:00 PM (IST)  •  30 Nov 2023

એક્ટર વિજયે પણ મતદાન કર્યું હતુ

14:00 PM (IST)  •  30 Nov 2023

તેલુગુ સ્ટાર જગપતિ બાબુએ મતદાન કર્યું હતુ

13:04 PM (IST)  •  30 Nov 2023

Telangana Assembly Elections: કે કવિતા સામે કેસ દાખલ

BRS એમએલસી કે. કવિતા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 130 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંતર્ગત મતદાન મથકો કે તેની આસપાસ પ્રચાર કરવા પર પ્રતિબંધ છે. આરોપ છે કે આજે હૈદરાબાદમાં પોતાનો મત આપ્યા બાદ કવિતાએ આ નિયમનો ભંગ કર્યો અને મીડિયાને સંબોધન કર્યું હતું

09:57 AM (IST)  •  30 Nov 2023

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદમાં કર્યું મતદાન

09:18 AM (IST)  •  30 Nov 2023

Telangana Assembly Elections:અભિનેતા ચિરંજીવી તેમના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા

અભિનેતા ચિરંજીવી અને તેમના પરિવાર સાથે  હૈદરાબાદના જ્યુબલી હિલ્સમાં મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Advertisement
ABP Premium

વિડિઓઝ

K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓGovabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલDelhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
PM Kisan Yojana Rules: શું કુંવારા યુવા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? જાણી લો નિયમો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Embed widget