શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસની અફવાને ખત્મ કરવા તેલંગણાના મંત્રીઓએ મંચ પર ખાધુ ચિકન
કોરોના વાયરસે ચીનમાં આતંક મચાવ્યો છે ત્યારે તેને લઇને ભારતમાં અનેક અફવાઓ ફેલાઇ છે. તેલંગણામાં અફવા ફેલાઇ હતી કે ચિકનથી કોરોના વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યા છે.
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસથી થઇ રહેલા મોત વચ્ચે તેને લઇને અફવાઓ પર ઝડપથી ફેલાઇ રહી છે. કોરોના વાયરસે ચીનમાં આતંક મચાવ્યો છે ત્યારે તેને લઇને ભારતમાં અનેક અફવાઓ ફેલાઇ છે. તેલંગણામાં અફવા ફેલાઇ હતી કે ચિકનથી કોરોના વાયરસની ઝપેટમાં લોકો આવી રહ્યા છે. આ અફવાને ખત્મ કરવા માટે તેલંગણાના કેટલાક મંત્રીઓએ મંચ પર બધાની સામે ચિકન ખાધુ હતું.
વાસ્તવમાં તેલંગણાના મંત્રી કેટી રામા રાવ, અટેલા રાજેન્દ્ર, તલસાની શ્રીનિવાસ યાદવ અને અન્યએ હૈદરાબાદમાં મંચ પર ચિકન ખાધુ હતું જેથી એ અફવાને ખત્મ કરી શકાય કે કોરોના વાયરસ ચિકન અને ઇંડાના કારણે ફેલાય છે.ન્યૂઝ એજન્સી એએનઆઇએ તેની કેટલીક તસવીરો જાહેર કરી છે. મંચ પર ચિકન ખાઇને મંત્રીઓએ લોકોને એ અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી જેમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે ઇંડા અને ચિકન ખાવાથી કોરોના વાયરસ ફેલાય છે. નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે ચીનમાં 2788 લોકોના મોત થયા છે.Telangana ministers KT Rama Rao, Etela Rajender, Talasani Srinivas Yadav and others ate chicken on stage in Hyderabad yesterday in a bid to end rumours that #Coronavirus is transmitted through chicken and egg. pic.twitter.com/WnG1ydZOli
— ANI (@ANI) February 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion