શોધખોળ કરો
Advertisement
કોરોના વેક્સિન માટે આ 10 શહેરોમાં થઇ રહ્યું છે વેક્સિનનું ટેસ્ટિંગ, હજારો વૉલેન્ટિયર થશે સામેલ
ઇન્ડિયન બાયૉટેકનિકલ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસની વેક્સિનના ટેસ્ટિંગ માટે 10 શહેરોને પસંદ કરવામાં આવ્યા છે, અહીં હજારોન સંખ્યામાં વૉલેન્ટિયર કોરોના સંક્રમણ વિરુદ્ધ બનાવવામાં આવી રહેલી વેક્સિનનુ પ્રભાવકારિતાનુ આકલન કરશે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને જોઇને દેશમાં કોરોના વેક્સિનની તપાસ અને ટેસ્ટિંગમાં ઝડપ આવી છે. આ ક્રમમાં આગળ વધતા હવે ભારતીય જૈવ બાયોટેકનિકલ ડિપાર્ટમેન્ટે મોટુ પગલુ ભર્યુ છે.
ઇન્ડિયન બાયૉટેકનિકલ ડિપાર્ટમેન્ટે કોરોના વાયરસની વેક્સિનના ટેસ્ટિંગ માટે 10 શહેરોને પસંદ કરવામાં આવ્યા છે, અહીં હજારોન સંખ્યામાં વૉલેન્ટિયર કોરોના સંક્રમણ વિરુદ્ધ બનાવવામાં આવી રહેલી વેક્સિનનુ પ્રભાવકારિતાનુ આકલન કરશે. અનુમાન છે કે આ ક્લિનીકલ ટેસ્ટિંગ માટે મોટ પ્રમાણમાં લોકો સામેલ થઇ શકે છે.
જૈવિક બાયૉટેકનોલૉજી વિશેષજ્ઞ પેનલના એક વિભાગે હૈદરાબાદ, પલવલ (હરિયાણા), પૂણ, તિરુનેલવેલી (તામિલનાડુ), અને વેલ્લૉરમાં મોટા પ્રમાણમાં ફિલ્ડ સાઇટો પહેલા સેટ તરીકે ચિન્હિન કરવામાં આવ્યુ છે. આને તબક્કા 3 પણ કહેવામાં આવે છે. જ્યાં ક્લિનીકલ ટેસ્ટિંગ અને કોરોના વાયરસ સંક્રમણ મહામારી પર ઘણા વૈજ્ઞાનિક અધ્યયન થશે.
આની ગતિવિધિઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ ટેસ્ટિંગનો પહેલો સેટ પલવલના ઇન્કલેન ટ્રસ્ટ, પૂણેમાં કિંગ એડવર્ડ મેમૉરિયલ મેડિકલ કૉલેજ, તિરુનેલવેલીમાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલૉજી, હૈદરાબાદની સોસાયટી ફોર હેલ્થ એન્ડ એલાઇડ રિસર્ચ અને વેલ્લોરમાં ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજને બનાવવામાં આવી છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને બાયૉટેકનોલૉજી મંત્રાલય અંતર્ગત કામ કરનારી ડીબીટીએ દિલ્હીમાં બે સંસ્થાઓ અને ભુવનેશ્વર, પાંડુચેરી, શિલોંગ અને વિશાખાપટ્ટનમમાં એક એક સંસ્થા છે.હાલ હૈદરાબાદ સ્થિત ભારત બાયૉટેક અને અમદાવાદ સ્થિત ઝાયડસ કેડિલામાં કામ શરૂ થઇ ગયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement