શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં આતંકી હુમલો, એક પોલીસ ઓફિસર અને બે જવાન શહીદ
આજે સવારે આતંકીઓએ બારામુલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસની એક સંયુક્ત નાકા પાર્ટી પર કેટલાક રાઉન્ડ ફાયર કર્યા હતા. આતંકીઓને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે, અને સર્ચ ઓપરેશન ચાલુ છે
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ હુમલો કર્યો છે, બારામુલામાં આતંકી હુમલો થયો છે, આ હુમલામાં એક સીનિયર પોલીસ ઓફિસર (SPO) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બે જવાનો સહિત કુલ ત્રણ સુરક્ષાકર્મીઓ શહીદ થઇ ગયા છે. આતંકીઓએ આ હુમલો બારામુલાના ક્રેરી વિસ્તારમાં કર્યો છે.
આજે સવારે આતંકીઓએ બારામુલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં સીઆરપીએફ અને પોલીસની એક સંયુક્ત નાકા પાર્ટી પર કેટલાક રાઉન્ડ ફાયર કર્યા હતા. આતંકીઓને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે, અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 ઓગસ્ટે આતંકીઓએ નૌગામ વિસ્તારમાં પોલીસ પાર્ટી ર હુમલો કરી દીધો હતો, જેમાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. વળી 12 ઓગસ્ટે પુલવામામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખાણ હિઝબૂલ મુઝાહિદ્દીનના ટૉપ કમાન્ડર આઝાદ લલહારી તરીકે થઇ હતી. આ અથડામણ દરમિયાન સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion