શોધખોળ કરો
Advertisement
સુશાંતના મૃત્યુ કેસમાં ગર્લફ્રેન્ડ રીયા સહિત ક્યાં છ લોકો સામે CBIએ કેસ નોંધ્યો ? રીયાને બીજી કઈ એજન્સીએ આપ્યું સમન્સ ?
બિહાર પોલીસની વિનંતી પર CBIએ ગુરુવારે 6 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે અને આ કેસની તપાસ પોતાને હસ્તક લઇ લીધી છે.
નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતના કેસમાં હવે તેની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સહિત છ લકો સામે સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે.
બિહાર પોલીસની વિનંતી પર CBIએ ગુરુવારે 6 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે અને આ કેસની તપાસ પોતાને હસ્તક લઇ લીધી છે. CBIએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઉપરાંત રિયાના પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, સેમ્યુઅલ મિરાંડા અને શ્રુતિ મોદી સહિત કુલ 6 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રીયાના પરિવારનાં લોકો ઉપરાંત એક અજાણી વ્યક્તિ વિરૂધ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે. આ દરેક આરોપી સુશાંત સાથે જોડાયેલા હતા અને બધાનું એકબીજા સાથે કનેક્શન પણ છે.
દરમિયાનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રિયાને શુક્રવારે હાજર રહેવા માટે સમન્સ મોકલ્યું હતું. રીયા પાસે સુશાંત અને તેના ભાઈ શોવિક સાથે બે કંપનીઓની નાણાકીય વિગતો માગવામાં આવી છે. તેમાં વિવિડ્રેઝ રિયલીએક્સની ડિરેક્ટર રિયા ચક્રવર્તી છે અને ફ્રન્ટ ઇન્ડિયા ફોર વર્લ્ડમાં રિયાના ભાઈ શોવિકને ડિરેક્ટર બનાવ્યો હતો. આ બંને કંપનીઓ રિયાના પિતાના સરનામાં પર રજિસ્ટર્ડ હતી. વિવિડ્રેઝની સ્થાપના 2019માં અને ફ્રન્ટ ઇન્ડિયા 2020માં રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ કંપનીઓમાં સુશાંતની કમાણીનો ઘણો મોટો ભાગ ઇન્વેસ્ટ કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion