શોધખોળ કરો
Advertisement
ચીનમાંથી બનીને ભારતમાં આવતી વસ્તુઓનો બહિષ્કાર કરાશે, દિવાળી સુધી ચીનને 1500 કરોડનો ફટકો પડશે
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કેટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ચીનમાંથી વાર્ષિક લગભગ 3000 થી 3500 કરોડ રૂપિયાની બિનજરૂરી આયાત કરવામાં આવે છે. આ વિશે મે કેટે ત્રણ તબક્કાની પુરેપુરી રણનીતિ તૈયાર કરી લીધી છે
નવી દિલ્હીઃ કોરોનાના કારણે હવે દુનિયાભરમાં ચીની વસ્તુઓ અને માલ સામાનના બહિષ્કારની માંગ પણ ઉઠી છે. સ્વદેશી જાગરણ મંચે ચીની વસ્તુઓ-ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનુ આહ્વાન કર્યુ છે. વળી, બીજીબાજુ દેશભરમાં સાત કરોડ નાના દુકાનદારો અને વેપારીઓના સંગઠનોએ દિવાળી સુધી 1500 કરોડ રૂપિયાના ચીની માલનો બહિષ્કાર કરવાનુ નક્કી કર્યુ છે. ચીનમાંથી આયાત થઇ રહેલા માલનો બહિષ્કાર કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કેટના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ કે ચીનમાંથી વાર્ષિક લગભગ 3000 થી 3500 કરોડ રૂપિયાની બિનજરૂરી આયાત કરવામાં આવે છે. આ વિશે મે કેટે ત્રણ તબક્કાની પુરેપુરી રણનીતિ તૈયાર કરી લીધી છે. આ રણનીતિ અંતર્ગત સૌથી પહેલા બિનજરૂરી વસ્તુઓની યાદી કરવામાં આવી રહી છે.
આ પછી આ ઉત્પાદોને આયાત કરનારા ટ્રેડર્સની સાથે વાતચીત કરવામાં આવશે. ત્યારબાદ સરકાર પાસેથી આ ઉત્પાદોને દેશમાં જ બનાવવાનો સહયોગની રણનીતિ તૈયાર કરાશે.
પ્રવિણ ખંડેલવાલે જણાવ્યુ કે હાલના સમયમાં ભગવાનની મૂર્તિથી લઇને અગરબત્તી સુધી ચીનમાંથી આવી રહી છે. આવામા આ બધી વસ્તુનો બહિષ્કાર કરવા માટે કેટ દેશવ્યાપી અભિયાન ચલાવશે.
ખંડેલવાલે જણાવ્યુ કે, આગામી તહેવારોની સિઝન એટલે કે દિવાળી પર અમે લક્ષ્ય નક્કી કર્યુ છે કે ચીનમાંથી લગભગ 1500 કરોડ રૂપિયાનો બિનજરૂરી સામાન હવે દેશમાં જ બનાવવામાં આવશે. જો કોઇ વસ્તુ દેશમાં નહીં બની શકતી હોય તો તે ચીનની જગ્યાએ અન્ય દેશોના બજારોમાંથી આયાત કરવાનો વિચાર કરીશુ, અમે આખી રણનીતિ પર કામ કરવાનુ શરૂ કરી દીધુ છે.
તેને કહ્યું અમને આશા છે કે આગામી તહેવારોની સિઝનમાં આની અસર દેખાશે. દિવાળી પર ચીનમાંથી આયાત થનારી લાઇટો, કામા મીણબત્તીઓ વગેરે બિનજરૂરી સામાન લિસ્ટમાં સામેલ કરી દીધો છે. ચીનમાંથી લગભગ 1500 કરોડ રૂપિયાના સામાનનો બહિષ્કાર કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement