શોધખોળ કરો
Advertisement
અરવિંદ કેજરીવાલની પ્રચંડ જીત પાછળ આ લોકોનો છે સિંહ ફાળો? નામ જાણી ચોંકી જશો
ફરી એકવાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. આ જીત પાછળ સૌથી મોટો સિંહ ફાળો અરવિંદ કેજરીવાલની પત્ની સુનીત કેજરીવાલ અને સંતાનોનો હોવાનું સામે આવ્યું છે
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. આ જીત પાછળ સૌથી મોટો સિંહ ફાળો અરવિંદ કેજરીવાલની પત્ની સુનીત કેજરીવાલ અને સંતાનોનો હોવાનું સામે આવ્યું છે.
એટલે કે, સુનીતા કેજરીવાલ અને સંતાનોનો અરવિંદ કેજરીવાલની જીત પાછળ સૌથી મોટો હાથ છે. કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા છે.
અરવિંદ કેજરીવાલ અને સુનીતા કેજરીવાલે પ્રેમ લગ્ન કર્યાં હતા. સુનીતા અરવિંદ કેજરીવાલના દરેક સુખ દુઃખમાં ભાગીદાર બન્યા હતા. અન્ના હજારે સાથેના ધરણા હોય કે પછી પાર્ટીના નેતાઓ દ્વારા લગાવાયેલા આરોપો હોય દરેક સ્થિતિમાં સુનીતા અરવિંદ કેજરીવાલ સાથે અડીખમ ઊભા રહ્યાં છે જેનું પરીણામ તમે જોઈ શકો છો.
કેજરીવાલનો આત્મવિશ્વાસ ગણાતા તેમના પત્ની સુનિતા અને પુત્રી હર્ષિતા અને પુત્ર પુલકીત આ વખતે ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળ્યાં હતાં બંન્નેએ AAP પાર્ટી માટે કમર કસી નાખી હતી. દરેક જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યોનો ડોર ટુ ડોર, નાની નાની સભાઓ કરી અને કેમ્પેઈન દ્વારા પ્રચાર કરી દિલ્હીની જનતાને વોટ આપવાની અપીલ કરી હતી.
સુનિતાએ ઘરે ઘરે જઈને આમ આદમી પાર્ટીના કાર્ડ વહેંચ્યા હતા. કેજરીવાલની પુત્રી હર્ષિતાએ IIT દિલ્હીમાં અભ્યાસ કર્યો છે અને હાલ તે એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તેને પપ્પાના ચૂંટણી પ્રચાર માટે ઓફિસમાંથી પાંચ મહિનાની રજા લીધી હતી.
અરવિંદ કેજરીવાલ અને સુનીતા કેજરીવાલ બન્ને ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) પાસ કરી ચૂકેલા ઉચ્ચ સરકારી અધિકારી હતા. તાલિમ દરમિયાન અરવિંદે પ્રપોઝ કર્યાં બાદ બંને લગ્નગ્રંથીથી જોડાયા હતાં. લગ્ન બાદ સુનિતા સતત કેજરીવાલની સહાયતામાં અડીખમ ઊભા રહ્યા છે. ઉચ્ચ અધિકારી તરીકે 22 વર્ષની નોકરી પછી તેમણે પરિવારને વધુ સમય આપવા માટે સ્વૈચ્છિક નિવૃતિ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement