શોધખોળ કરો

Jammu-Kashmir: કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ, સૈન્યનું સર્ચ ઓપરેશન

આતંકીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આતંકીઓ વિરુદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના હલાન જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. સુરક્ષા દળોએ પણ સામે કાર્યવાહી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં સુરક્ષા દળના ત્રણ જવાન ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

શ્રીનગર સ્થિત સેનાના ચિનાર કોર્પ્સે એક ટ્વીટમાં કહ્યું હતું કે ઓપરેશન હલાન કુલગામ. સુરક્ષા દળોએ 4 ઓગસ્ટના રોજ કુલગામના હલાનના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી વિશેની જાણકારી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા અને બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સેનાના અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટરના વિસ્તારમાં વધુ દળો મોકલવામાં આવ્યા છે.

અગાઉ કાશ્મીરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૌયબા (LeT)ની શાખા 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) સાથે જોડાયેલા આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ લોકોની ઓળખ બારામુલ્લાના ઈમરાન અહમદ નઝર, શ્રીનગરના વસીમ અહમદ મટ્ટા અને બિજબેહરાના વકીલ અહેમદ ભટ તરીકે થઈ છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાને ચાર વર્ષ થયા

આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે આજે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસર પર ભાજપે શ્રીનગરમાં વિજય સરઘસ કાઢવાની જાહેરાત કરી છે. સવારે 9.30 વાગ્યે નહેરુ પાર્કથી શરૂ થનારી આ વિજય કૂચ શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર સુધી જશે. સાવચેતીના ભાગરૂપે અમરનાથ યાત્રા શનિવારે (5 ઓગસ્ટ) સ્થગિત કરવામાં આવી છે.                                      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાતGujarat Police: અમદાવાદમાં પોલીસ સામે ગુંડાગર્દી ગુંડાઓને પડી ભારે!Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Embed widget