Viral Video: ઉંઘી રહેલા વાઘની સામે કૂતરો ભસ્યો, પછી જે થયું તે રુંવાડા ઉભા કરી દેશે... જુઓ વીડિયો
જંગલના સૌથી ખતરનાક પ્રાણીઓમાંનું એક વાઘ છે. કોઈ પ્રાણી વાઘ સાથે ટકરાવા નથી માંગતું. દરેક પ્રાણી વાઘથી દૂર ચાલે છે.
Trending Video: જંગલના સૌથી ખતરનાક પ્રાણીઓમાંનું એક વાઘ છે. કોઈ પ્રાણી વાઘ સાથે ટકરાવા નથી માંગતું. દરેક પ્રાણી વાઘથી દૂર ચાલે છે. વાઘનો ડર એટલો બધો હોય છે કે તેની આસપાસ કોઈ પ્રાણી ફરકતું પણ નથી, પણ જો કોઈ ભૂલથી પણ વાઘની નજીક આવી જાય તો તેનો માલિક ઉપરવાળો જ હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાઘ અને કૂતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે તો એ વાત જાણીતી છે કે મોટા અને ભયાનક પ્રાણીઓ પણ વાઘથી ડરે છે, તો દોઢ પાંસળીવાળા કૂતરાનું શું ગજું છે, પણ જરા વિચારો કે પાતળો કૂતરો વાઘ પર ભસવાની હિંમત કરે તો તેનું શું પરિણામ આવશે?
નિર્દોષ કૂતરો વાઘનો શિકાર બન્યોઃ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવું જ જોવા મળે છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વાઘ ઝાડ નીચે શાંતિથી આરામ કરી રહ્યો છે. અચાનક આ વાઘની સાવ નજીકથી એક કૂતરો પસાર છે જાણે કે તે ખૂંખાર વાઘ નહીં, પરંતુ શાકાહારી ગાય હોય. આમ કોઈ ડર વગર કૂતરો વાઘની પાસે આવે છે, પરંતુ તેને વાઘના ડરનો જરા પણ ખ્યાલ આવતો નથી. તેની આદતથી મજબૂર કૂતરો પણ ભસવા લાગે છે. પછી શું થવાનું હતું, વાઘ તેની તરફ આગળ વધે છે અને થોડી જ સેકંડમાં કૂતરાને તેના જડબામાં પકડી લે છે અને કૂતરાના શ્વાસને રોકે છે અને પછી તેને લઈને જતો રહે છે.
This happened in RTR.
— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) June 30, 2022
Such things are always fatal for intruders & risky for Tigers too.
Credits in video.#Tigers@susantananda3 @dharamveerifs @iaspremprakash pic.twitter.com/AXnW05KfFg