શોધખોળ કરો
Advertisement
COVID-19: દેશમાં અત્યાર સુધીમાં 18601 પોઝિટિવ કેસ, એક દિવસમાં 705 દર્દી સ્વસ્થ થયા-સ્વાસ્થ્ય મંત્રાલય
દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 18601 થયા છે. મંગળવારે સાંજે પત્રકાર પરિષદમાં કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીમાં 3252 દર્દીઓ સ્વસ્થ થયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 18601 થયા છે. મંગળવારે સાંજે પત્રકાર પરિષદમાં કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીમાં 3252 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેમાં કાલે 705 દર્દીઓ સ્વસ્થ થયા છે. તેમણે કહ્યું કે હવે રિકવરી રેટ 14.48 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 1336 નવા દર્દી નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું, દેશભરમાં કોરોના વાયરસનાના અત્યાર સુધી કુલ 18,601 કેસ નોંધયા છે. દેશના 61 જિલ્લામાં 14 દિવસથી કોઈ કેસ નોંધાયા નથી. પ્રતાપગઢમાં 28 દિવસથી કોઈ કેસ સામે આવ્યો નથી.
ICMRએ જણાવ્યુ કે, કોરોનાના અત્યાર સુધી 4 લાખ 49 હજાર 810 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે, 35,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 201 પરીક્ષણ ICMRમાં કરવામા આવ્યા જ્યારે બાકીના 6076 ટેસ્ટ 86 ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
રેપિડ કીટ પર હાલ સ્ટે મુકવામાં આવ્યો છે. હવે તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો કે નહીં તે અંગે દિશા નિર્દેશ બહાર પાડવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement