શોધખોળ કરો
Advertisement
POK પણ અમારુ છે, સંયુક્ત રાષ્ટ્રમાં અમારો આંતરિક મામલો ઉઠાવવાનો પાકિસ્તાનને કોઇ અધિકાર નથીઃ વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીઓકે પણ અમારુ છે અને અમારા આંતરિક મામલાને યુએનમાં ઉઠાવવાનો પાકિસ્તાન પાસે કોઇ આધાર નથી.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે જમ્મુ કાશ્મીર મામલા પર પાકિસ્તાનની પ્રતિક્રિયા પર કહ્યું કે, પાડોશી દેશ એટલા માટે પરેશાન છે કે હવે તેને આતંકવાદને પ્રોત્સાહન કરવામાં મદદ નહી મળે. કાશ્મીર મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્રમાં જવાની પાકિસ્તાનની ધમકી પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીઓકે પણ અમારુ છે અને અમારા આંતરિક મામલાને યુએનમાં ઉઠાવવાનો પાકિસ્તાન પાસે કોઇ આધાર નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે શુક્રવારે કહ્યું કે, આ પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન ડરનો માહોલ ફેલાવવા માંગે છે. કુમારે કહ્યું કે, પાકિસ્તાન એટલા માટે પરેશાન છે કે જો જમ્મુ અને કાશ્મીરનો વિકાસ થયો તો ત્યાંના લોકોએ તે ગુમરાહ કરી શકશે નહીં.
પાકિસ્તાનને ભારતના આંતરિક મામલામાં દખલ ન કરવાની સલાહ આપતા કુમારે કહ્યું કે, ભારતના સંપ્રભુ મામલામાં નકામ વિષયોને પાકિસ્તાન જોડી રહ્યું છે. અમે ઘણી વિદેશી સરકારો અને સંસ્થાઓને આ સંબંધમાં જાણકારી આપી છે અને પોતાની સ્થિતિથી વાકેફ કર્યા છે. અમે જણાવ્યું છે કે કાશ્મીરમાં અમે શું કહ્યું છે અને આ અમારો આંતરિક મામલો છે. અમે તમામ દેશો અને સંગઠનોને આ અંગેની જાણકારી આપી છે. પાકિસ્તાનને હકીકતનો સ્વીકાર કરવો જોઇએ અને અન્ય દેશોએ મામલામાં દખલગીરી કરવી જોઇએ નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion