શોધખોળ કરો
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં આધાર કાર્ડ બતાવીને જ ખરીદી શકાશે કોરોનાની દવા, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 2,46,600 પર પહોંચી છે. જ્યારે 10,116 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,36,985 લોકો સાજા થઈ ગયા છે અને 99,499 એક્ટિવ કેસ છે.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે માસ્ક, સેનિટાઇઝર અને દવાના કાળા બજાર વધી ગયા છે. જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સર્કુલર જાહેર કરીને હવે કોરોના વાયરસની દવા રેમડેસિવીર માટે આધાર કાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. હવે લોકોને દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન, કોવિડ-19 પોઝિટિવ રિપોર્ટ અને આધાર કાર્ડ બતાવ્યા બાદ જ મળશે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે રાજ્યમાં રેમડેસિવીર અને ટોસિલિજુમાબ દવાની અછત અંગે એફડીએ અધિકારીઓ સાથે તાજેતરમાં બેઠક કરી હતી. જેમાં તેમણે રેમડેસિવીરના કાળાબજાર રોકવા માટે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. રાજ્યના એફડીએ મંત્રી રાજેન્દ્ર સિંહને તાજેતરમાં આ દવાના કાળાબજારની ફરિયાદ મળ્યા બાદ મુંબઈમાં અચાનક નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે કહ્યું કે, કોવિડ-19 દવાની અછત અને બ્લેક માર્કેટિંગને રોકવા આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે જરૂરિયાતમંદ લોકોની ફરિયાદ મળી હતી. આધાર કાર્ડ નંબરથી દવા ક્યારે અને કોને આપવામાં આવી તે જાણી શકાશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 2,46,600 પર પહોંચી છે. જ્યારે 10,116 લોકોના મોત થયા છે. રાજ્યમાં 1,36,985 લોકો સાજા થઈ ગયા છે અને 99,499 એક્ટિવ કેસ છે. બચ્ચનના બંગલા 'જલસા'ની આસપાસનો વિસ્તાર જાહેર કરાયો કન્ટેનમેન્ટ ઝોન, BMCએ લગાવ્યા બેનર પ્રથમ વાર માસ્કમાં જોવા મળ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કહી આ વાત
વધુ વાંચો





















