શોધખોળ કરો
પ્રથમ વાર માસ્કમાં જોવા મળ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કહી આ વાત
કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા હાલ સૌથી ઉપર છે. અમેરિકામાં અત્યાર સુધી 33 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક લાખ 37 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોનાનો સૌથી વધારે કેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. તેમ છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક પહેરવાનું ટાળતા હતા પરંતુ તેઓ આટલા સમયમાં પ્રથમ વખત માસ્ક પહેરીને નજરે પડ્યા હતા. શનિવારે સૈન્ય હોસ્પિલની મુલાકાત દરમિયાન તેઓ પ્રથમ વખત માસ્ક પહેરીને જોવા મળ્યા હતા.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી નીકળતી વખતે પત્રકારોને કહ્યું, "જ્યારે તમે કોઈ હોસ્પિટલમાં જઈ રહ્યા હોવ ત્યારે મને લાગે છે કે માસ્ક પહેરવું જોઈએ." ટ્રમ્પ શનિવારે વોશિંગ્ટનમાં વાલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેંટર હેલીકોપ્ટરથી પહોંચ્યા હતા. જ્યાં પહોંચ્યા બાદ તેમણે કોવિડ-19 દર્દીની સારવાર કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ તથા ઘાયલ સૈન્યકર્મીની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન ટ્રમ્પ માસ્ક પહેરીને નજરે પડ્યા હતા. હેલિકોપ્ટરમાંથી ઉતરતી વખતે તેમણે માસ્ક નહોતું પહેર્યું. આ પહેલા ટ્રમ્પ પત્રકાર પરિષદ, રેલી અને જાહેર સ્થળો પર માસ્ક પહેરવાની ના પાડી ચુક્યા છે.
કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા હાલમાં પણ સૌથી ઉપર છે. અમેરિકામાં અત્યાર સુધી 33 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક લાખ 37 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 2.14 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 4996 લોકોનાં મોત થયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં 1 કરોડ 28 લાખ 39 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક 5 લાખ 67 હજારને પાર પહોંચી ગયો છે.
રાજસ્થાનમાં ગહેલોત સામે બળવો, ક્યા યુવા નેતાની આગેવાનીમાં 15 ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, જાણો વિગત
અભિષેકના સંપર્કમાં આવેલી ઐશ્વર્યા રાયને કોરોનો થયો કે નહીં ? શું આવ્યો રીપોર્ટ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement