શોધખોળ કરો
દેશના ટોપ-10 પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું એક, નામ જાણીને ચોંકી જશો
દેશના 10 બેસ્ટ પોલીસ સ્ટેશનની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અંદમાન એન્ડ નિકોબાર દ્વિપ સમુહનું એક એબરડીન પોલીસ સ્ટેશન પ્રથમ ક્રમાંકે છે.

નવી દિલ્હી: દેશના 10 બેસ્ટ પોલીસ સ્ટેશન (2019)ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અંદમાન એન્ડ નિકોબાર દ્વિપ સમુહનું એક એબરડીન પોલીસ સ્ટેશન પ્રથમ ક્રમાંકે છે. જ્યારે ગુજરાતના મહિસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશને બીજો ક્રમાંક મેળવ્યો છે. ટોપ ટેન લિસ્ટમાં દેશની રાજધાની દિલ્હીનું એક અને મધ્યરપ્રદેશના બે પોલીસ સ્ટેશન સામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં દેશના બેસ્ટ પોલીસ સ્ટેશનની પસંદગી કરી તેની યાદી જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. આ કડીમાં વર્ષ 2019ની ટૉપ ટેન પોલીસ સ્ટેશની યાદી જાહેર કરવામાં આવી છે. ટોપ 10 પોલીસ સ્ટેશનની રેસમાં દેશભરમાંથી 15,579 પોલીસ સ્ટેશનને સામેલ કરવામાં આવ્યા હતા. લોકોના ફીડબેક ડેટાના આધારા પર તેની પસંદગી કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં 5461 લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. પ્રક્રિયામાં દરેક નામને શોર્ટલિસ્ટ કરવા માટે તે વિસ્તારમાંથી લગભગ 60 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં સામેલ તમામ પોલીસ સ્ટેશને વર્ષભરમાં સુંદર કામગીરી કરી છે. તેના કામગીરીના આધારે તેની પસંદગી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસ સ્ટેશનની પસંદગી તે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રૉપર્ટી સંબંધિત વિવાદ, મહિલાઓ વિરુદ્ધના નોંધાયેલા કેસ અને કમજોર વર્ગ વિરુદ્ધના કેસના આધાર પર કરવામાં આવી છે. માર્કિંગમાં 80 ટકા પોલિસિંગ પર ધ્યાન આપવામા આવ્યું છે. જ્યારે 20 ટકા માર્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને ત્યાં રહેતા લોકાના ફિડબેકના આધાર પર કરવામાં આવી છે. દેશના ટૉપ ટેન પોલીસ સ્ટેશન 1. એબરડીન (અંદમાન એન્ડ નિકોબાર) 2. બાલાસિનોર (મહિસાગર-ગુજરાત) 3. અજક બુરહાનપુર (બુરહાનપુર- મધ્યપ્રદેશ) 4. તેની તેની (તમિલનાડુ) 5. અનિની (દિબાંગ ઘાટી- હિમાચલ પ્રદેશ) 6. બાબા હરિદાસ નગર વેસ્ટ દિલ્હી (દિલ્હી) 7. બાકાની (ઝાલાવડ -રાજસ્થાન) 8. ચોપાડાંડી (કરીમનગર - તેલંગણા) 9. બિચોલિમ નોર્થ ગોવા (ગોવા) 10. ભારગવા (શેઓપુર-મધ્ય પ્રદેશ)I Congratulate, Shri P J Pandya, PSI & Team Balasinor PS, Mahisagar, who have been honoured and facilitated with second best PS in the survey conducted on multiple indices such as crime detection & citizen services etc, by Hon'ble Union HM Shri Amit Shah pic.twitter.com/Cd5ELrK6YG
— DGP Gujarat (@dgpgujarat) December 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
