શોધખોળ કરો
ટ્વિટર પર ચર્યાયો રામ મંદિર બનાવવાનો મુદ્દો, ટૉપ ટ્રેંડ બન્યું #NationWantsRamMandir

નવી દિલ્હી: યુપીમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો ગરમાવવા લાગ્યો છે. એક બાજુ બીજેપી નેતા અને આરએસએસના લોકો તેના માટે માહોલ બનાવવામાં લાગેલા છે તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ તેના માટે અભિયાન ચાલી રહ્યું છે. રવિવારે સવારથી #NationWantsRamMandir ટ્વિટક પર ટૉપ ટ્રેંડ ચાલી રહ્યો છે. તેમાં મંદિર બનાવવાના સમર્થન અને વિરોધમાં ખુબ ટ્વિટ થયા છે. અમુક લોકોએ મંદિરના મુદ્દાને લઈને કેંદ્રની મોદી સરકારને પણ નિશાને બનાવી હતી. અંકિત લાલે ટ્વિટ કરીને બીજેપીની પ્રશંસા કરતા કહ્યું હતું કે- મંદિર ત્યાં જ બનાવાશે, બસ તારીખ નહીં બતાવાય. દેશને ઉલ્લૂ બનાવીશું. કેજરીવાલ કોટ્સ નામથી ટ્વિટર હેંડલથી કરવામાં આવેલી ટ્વિટમાં લખવામાં આવ્યું હતું કે- બીજેપી વાળા કહી રહ્યા છે મંદિર ત્યાં જ બનાવીશું. કહ્યું- ક્યારે બનાવાશે, તો કહે છે તારીખ નહીં બતાવીએ, દરેક 5 વર્ષમાં મંદિર ત્યાં બનાવાશે. મંદિરના સમર્થનમાં પણ બહુ લોકોએ ટ્વિટ કર્યું હતું. કોઈએ આ મુદ્દાને રામરાજ્ય સાથે જોડ્યો છે તો કોઈ સારા દિવસની વાત કરી રહ્યા છે. આપ નેતા કુમાર વિશ્વાસે પણ એક ટ્વિટના મારફતે કહ્યું છે કે- રામ મંદિરની બીજેપી ઉપર નિશાન સાધ્યું હતું, જોકે સીધી રીતે કોઈનું નામ લીધુ નહોતુ.
વધુ વાંચો





















