શોધખોળ કરો
Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 60 હજાર નજીક પહોંચી, છેલ્લા 24 કલાકમાં 3300થી વધુ નવા કેસ, જુઓ રાજ્યવાર આંકડા
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 19,063 પર પહોંચી છે. ગુજરાતમાં 7402 કેસ છે.

Chennai: Health workers take samples of a person for a rapid test at mobile COVID-19 testing van, in wake of the coronavirus pandemic during the nationwide lockdown, in Chennai, Tuesday, April 21, 2020. (PTI Photo) (PTI21-04-2020_000181B)
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 2000 નજીક પહોંચી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 59,000ને હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3320 નવા કેસ ઉમેરાયા છે અને 95 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,662 પર પહોંચી છે. 1981 લોકોના મોત થયા છે અને 17,847 લોકો સાજા થઈ ગયા છે. હાલ 39,834 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 731, ગુજરાતમાં 449, મધ્યપ્રદેશમાં 200, દિલ્હીમાં 68, આંધ્રપ્રદેશમાં 41, આસામમાં 1, બિહારમાં 5, ચંદીગઢમાં 1, હરિયાણામાં 8, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ-કાશ્મીરમાં 9, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 30, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 2, પંજાબમાં 29, રાજસ્થાનમાં 101, તમિલનાડુમાં 40, તેલંગાણામાં 29, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 66 અને પશ્ચિમ બંગાળમાં 160 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 19,063 પર પહોંચી છે. ગુજરાતમાં 7402, દિલ્હીમાં 6318, મધ્યપ્રદેશમાં 3341, રાજસ્થાનમાં 3579, તમિલનાડુમાં 6009, ઉત્તરપ્રદેશમાં 3214, આંધ્રપ્રદેશમાં 1887, પંજાબમાં 1731, તેલંગાણામાં 1133, પશ્ચિમ બંગાળમાં 1678 સંક્રમિતો નોંધાયા છે.3320 more #COVID19 cases & 95 deaths reported in last 24 hours. Total number of cases in India rises to 59662, including 39834 active cases, 17847 cured/discharged/migrated, and 1981 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/y9VX5xLu3l
— ANI (@ANI) May 9, 2020
વધુ વાંચો





















