શોધખોળ કરો
Advertisement
હંગામાની વચ્ચે લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ, ઓવેસી-થરુરનો વિરોધ, રવિશંકર બોલ્યા- આ નારી સન્માન સવાલ
હંગામાને જોતા વૉટિંગ પણ કરાવવામાં આવ્યુ, બિલ રજૂ કરવાના સમર્થનમાં 186 જ્યારે વિરોધમાં 74 મત પડ્યા હતા
નવી દિલ્હીઃ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આજે લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યુ, આ દરમિયાન વિપક્ષી દળોએ લોકસભામાં ભારે હોબાળો મચાવ્યો, હંગામાને જોતા વૉટિંગ પણ કરાવવામાં આવ્યુ, બિલ રજૂ કરવાના સમર્થનમાં 186 જ્યારે વિરોધમાં 74 મત પડ્યા હતા.
ભારે હંગામાની વચ્ચે આજે લોકસભામાં મોદી સરકારે ત્રિપલ તલાક બિલને રજૂ કરી દીધુ. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે ‘મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ 2019’ રજૂ કરતાં કહ્યું કે, આ બિલ ગઇ લોકસભામાં પસાર થઇ ચૂક્યુ છે, પણ 16મી લોકસભાનો કાર્યકાળ સમાપ્ત થવાના કારણે અને રાજ્યસભામાં અટકી પડવાના કારણે આ આગળ વધ્યુ ન હતુ. એટલે સરકાર આને ફરીથી ગૃહમાં લઇને આવી છે.
રવિશંકરે ત્રિપલ તલાક બિલ પર કહ્યું કે, આ નારીનુ સન્માન નારી ન્યાયનો સવાલ છે, ધર્મનો નહીં. તેમને કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મહિલાઓ ત્રિપલ તલાકથી પીડિત છે, તો સંસદે આના પર વધુ વિચાર કરવો જોઇએ નહીં.
કોંગ્રેસ નેતા શશિ થરુરે કહ્યું કે, અમે ત્રિપલ તલાક બિલના વિરોધમાં છીએ, અમે આ બિલ સાથે કંઇજ નથી રાખતા. તેમને કહ્યું કે, બિલ કોઇ એક સમુદાય સુધી સિમિત ના રહેવું જોઇએ.
આ દરમિયાન લોકસભામાં ઓવેસીએ કહ્યું કે, આ ત્રિપલ તલાક બિલ અનુચ્છેદ 14 અને 15નું ઉલ્લંઘન કરે છે. સુ્પ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન પુરા નથી થતા, અને અમે મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર રોકવા માટે કેટલાય કાયદા બનાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion