Tripura: ત્રિપુરામાં ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા રથમાં લાગી આગ, 6ના ઘટનાસ્થળે જ મોત,15ની હાલત ગંભીર
Tripura Fire: ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાને કારણે એક રથમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી.
Tripura Fire: ત્રિપુરાના ઉનાકોટી જિલ્લામાં ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવવાને કારણે એક રથમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. ભગવાન જગન્નાથની 'ઉલ્ટા રથયાત્રા' ઉત્સવ દરમિયાન કુમારઘાટ વિસ્તારમાં સાંજે લગભગ 4.30 વાગ્યે આ ઘટના બની હતી.
ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર 'રથ' ખેંચી રહ્યા હતા. આ રથ લોખંડનો બનેલો હતો. પોલીસે જણાવ્યું કે શોભાયાત્રા દરમિયાન 'રથ' અકસ્માતે 133kv ઓવરહેડ કેબલના સંપર્કમાં આવ્યો અને આગ લાગી હતી.
6 dead, 15 injured as Rath catches fire after coming in contact with high-tension wire in Tripura's Unakoti district: Police
— Press Trust of India (@PTI_News) June 28, 2023
આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જનરલ જ્યોતિષમાન દાસ ચૌધરીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
Going to Kumarghat from Agartala by train to inspect the place of occurrence where several people have lost their lives in a tragic incident today. pic.twitter.com/p0hyjkXKqD
— Prof.(Dr.) Manik Saha (@DrManikSaha2) June 28, 2023
સીએમ માણિક સાહા કુમારઘાટ જઈ રહ્યા છે
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ટ્વીટ કર્યું કે તેઓ અગરતલાથી ટ્રેનમાં કુમારઘાટ જઈ રહ્યા છે અને તે સ્થળનું નિરીક્ષણ કરશે જ્યાં આ દુઃખદ ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર યૂપીમાં ફાયરિંગ
આઝાદ સમાજ પાર્ટી (ભીમ આર્મી)ના વડા ચંદ્રશેખર આઝાદ પર યુપીના સહારનપુરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેને બદમાશોએ ગોળી મારી છે. જે તસવીર સામે આવી છે તેમાં દેખાઈ રહ્યું છે કે ગોળી તેની કમરને સ્પર્શીને નિકળી ગઈ છે. આ સાથે વાહનના કાચ પણ તૂટેલા જોવા મળ્યા છે. હુમલા બાદ ચંદ્રશેખર આઝાદને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. SSP ડૉ. વિપિન ટાડા સહારનપુરે DGP વિજય કુમારને ફોન પર સમગ્ર મામલાની માહિતી આપી છે. ભીમ આર્મીએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી અને કહ્યું કે ચંદ્રશેખર આઝાદને સુરક્ષા મળવી જોઈએ. બીજી તરફ આરએલડીના સ્થાનિક ધારાસભ્ય મદન ભૈયાએ કહ્યું કે તેમની હાલત હાલ ખતરાની બહાર છે અને સારવાર ચાલી રહી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial