શોધખોળ કરો

Tripura BJP Candidate List 2023: ત્રિપુરામાં ભાજપની પ્રથમ યાદીમાં બિપ્લબ દેબનું નામ નહી, બે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ

યાદીમાં પૂર્વ સીએમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કારણ કે તેમની બેઠક બનમાલીપુરથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે

Tripura Election 2023:  ભાજપે ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 48 વિધાનસભા બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. યાદી જાહેર થતાં જ પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબ ચૂંટણી નહીં લડે તેવી અટકળોને વેગ મળ્યો છે.

યાદીમાં પૂર્વ સીએમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. કારણ કે તેમની બેઠક બનમાલીપુરથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્જી આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. સીએમ માણિક સાહાને ટાઉન બોર્ડોવાલી વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેમને ધનપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

બે મુસ્લિમ ઉમેદવારો

ભાજપની પ્રથમ યાદીમાં બે મુસ્લિમ ઉમેદવારો પણ સામેલ છે. તફઝલ હોસૈનને બોક્સનગરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કૈલાશહરથી મોહમ્મદ મોબેશર અલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

16 ફેબ્રુઆરીએ મતદાન થશે

ચૂંટણી પંચે 18 જાન્યુઆરીએ ત્રિપુરામાં 60 બેઠકોવાળી વિધાનસભાની તારીખોની જાહેરાત કરી હતી. રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. મતગણતરી 2 માર્ચે થશે. ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે.

ત્રિપુરા ચૂંટણી માટે 21 જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.  નોમિનેશનની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી છે. 2 ફેબ્રુઆરી સુધી નામાંકન પરત ખેંચી શકાશે.

ત્રિપુરામાં ભાજપ સતત બે ટર્મથી સત્તામાં છે, પરંતુ આ વખતે ભાજપ સામે મોટો પડકાર છે. ગત વખતે ભાજપે પોતાના દમ પર બહુમતી હાંસલ કરી હતી, પરંતુ તેની અને સીપીએમ વચ્ચેના વોટ શેરમાં તફાવત માત્ર 1.25 ટકા હતો. ભાજપે 2022માં બિપ્લબ દેબને હટાવીને માણિક સાહાને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ આ દાવ કેટલો અસરકારક છે તે તો ચૂંટણીમાં જ ખબર પડશે.

Lok Sabha Election : ભાજપ 2024માં ફરી બોલાવી શકે છે સપાટો, ઉત્તર પ્રદેશ ફરી સૌને ચોંકાવશે

Mood Of The Nation Survey for Lok Sabha Election: લોકસભા ચૂંટણી 2024નો ધમધમાટ શરૂ થઈ ગયો છે.  પોતાની ગત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકથી જ ભાજપ લોકસભા ચૂંટણી માટે મિશન મોડમાં આવી ગયું છે. જ્યારે કોંગ્રેસ સહિત બાકીના પક્ષો હજુ પણ તેના માટે વ્યૂહરચના બનાવવામાં લાગી ગયા છે. કેટલાક વિરોધ પક્ષો હજુ પણ આશાવાદી છે કે ચૂંટણી પહેલા ત્રીજો મોરચો અસ્તિત્વમાં આવી જશે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સર્વેના રિપોર્ટ વિરોધ પક્ષોની ઉંઘ હરામ કરી શકે છે. આજે જ ચૂંટણી યોજાય તો કોની સરકાર રચાય તેને લઈને પણ ખુલાસો થયો છે.

જનતાનો મૂડ શું છે તેનો ચિતાર આપતા સર્વેએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. 'મૂડ ઓફ ધ નેશન' સર્વેના પરિણામોમાં દાવો કરવામાં આવ્યો છે કે, જો આજે ચૂંટણી થશે તો દેશમાં ફરી એકવાર બીજેપીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનની સરકાર બનશે. આ સર્વે તાજેતરમાં સી-વોટર ફોર ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવ્યો હતો જેના પરિણામો ન્યૂઝ ચેનલ પર જાહેર થયા હતા. આ મામલે ઘણા નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.

આજે ચૂંટણી થશે તો કોની સરકાર બને?

સર્વે અનુસાર દેશની 543 લોકસભા સીટોમાંથી 298 સીટો પર એનડીએનો કબજો છે, 153 સીટો કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ અને 92 સીટો અન્ય પ્રાદેશિક પાર્ટીઓ પાસે જશે. સર્વેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, દેશના સૌથી મોટા રાજ્યમાં (લોકસભા બેઠકોની દૃષ્ટિએ) આજે ચૂંટણી થાય તો ભાજપને સૌથી વધુ બેઠકો મળશે. એટલે કે દેશ હોય કે દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ સર્વે મુજબ ભાજપ બંને સ્તરે ઐતિહાસિક પ્રદર્શન કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
Embed widget