શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરી શકે છે CAA-NRC પર ચર્ચા, અમેરિકન અધિકારીએ કહ્યુ- અમારા માટે ધાર્મિક સ્વતંત્રતા મહત્વપૂર્ણ
ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવીને સીએએ અને એનઆરસી પર વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી શકે છે.
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારત આવી રહ્યા છે. તેને લઇને અમેરિકાના એક વહીવટી અધિકારીનું નિવેદન આપ્યું છે. અમેરિકાના એક અધિકારીએ શુક્રવારે કહ્યુ હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવીને સીએએ અને એનઆરસી પર વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી શકે છે.
અધિકારીએ કહ્યું કે, અમેરિકામાં ભારતીય લોકતાંત્રિક પરંપરાઓ અને સંસ્થાઓ પ્રત્યે ખૂબ સન્માન છે. સાથે ટ્રમ્પનો ભારતનો પ્રવાસ તેને જાળવી રાખવામાં મદદસ કરશે. ટ્રમ્પ ભારતના લોકતંત્ર અને ધાર્મિક સ્વતંત્રતા અંગે વાત કરશે.
અમેરિકન અધિકારીએ કહ્યું કે, સીએએ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના હિંદુ, શીખ, જૈન, પારસી,બૌદ્ધ અને ખ્રીસ્તી શરણાર્થીઓને નાગરિકતા આપવાનું વચન આપે છે. ભારતમાં કેરલ, પશ્વિમ બંગાળ, રાજસ્થાન અને પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં આ કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વિરોધને લઇને વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion