શોધખોળ કરો
જાણીતી મરાઠી TV એક્ટ્રેસે દીકરીની હત્યા કર્યા બાદ ખુદ કરી લીધી સુસાઈડ, જાણો વિગત
પ્રદન્યાએ સુસાઈડ કરતાં પહેલા તેની 17 વર્ષની દીકરી શ્રુતિને પણ મારી નાંખી હતી. દીકરીને માર્યા બાદ તેણે ખુદ પણ આત્મહત્યા કરી લીધી હતી.

મુંબઈઃ 40 વર્ષીય મરાઠી ટેલીવિઝનની અભિનેત્રી પ્રદન્યા પાર્કરે આત્મહત્યા કરી હતી. તેના આ પગલાંથી સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. ચોંકાવનારી વાત એ છે કે પ્રદન્યાએ સુસાઈડ કરતાં પહેલા તેની 17 વર્ષની દીકરી શ્રુતિને પણ મારી નાંખી હતી. દીકરીને માર્યા બાદ તેણે ખુદ પણ આત્મહત્યા કરી લીધી હતી.
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, પ્રદન્યાના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી છે. જે વાંચ્યા બાદ તેના મોતના કારણનો ખુલાસો થયો છે. પોલીસને મળેલી સુસાઈડ નોટ મુજબ, પ્રદન્યા પાર્કર કામ ન મળવાથી ઘણી પરેશાન હતી. તેને લાંબા સમયથી મરાઠી સિનેમામાં કામ મળી રહ્યું નહોતું. આ કારણે તેમણે ઘણી મુશ્કેલી અને આર્થિક તંગીનો સામનો કરવો પડતો હતો. ઉપરાંત તેના પતિનો બિઝનેસ પણ ચાલતો નહોતો. આ કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
પ્રદન્યા પાર્કરે જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે તેનો પતિ જિમમાં ગયો હતો. સવારે 9 વાગ્યે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. ઘણી સમય સુધી દરવાજો ખખડાવવા છતાં કોઇ પ્રત્યુત્તર ન મળતાં દરવાજો તોડી દેવામાં આવ્યો ત્યારે પ્રદન્યાની બોડી પંખા સાથે લટકતી અને દીકરી શ્રુતિની બોડી બેડરૂમમાંથી મળી હતી.
હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. એક્ટ્રેસે તનાવ અને આર્થિક તંગીના કારણે આ પગલું ભર્યું હોય તેમ કહેવામાં આવી રહ્યું છે. કેટલાક રિપોર્ટમાં પ્રદન્યાએ પતિના અન્ય સ્ત્રી સાથે અફેરના કારણે આ પગલું ભર્યું હોય તેમ જણાવવામાં આવે છે. કોહલીએ તોડ્યો મિયાંદાદનો મોટો રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામે મેળવી આ સિદ્ધી, જાણો વિગતે મુંબઈની હોટલે 2 ઈંડાનું બિલ પકડાવ્યું 1700 રૂપિયા, લોકોને યાદ આવી રાહુલ બોસની ઘટના જયપુરમાં નદી કિનારે ફરતી હતી વિદેશી યુવતી, અચાનક કાઢી નાંખ્યા બધા કપડાને......
મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, પ્રદન્યાના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી છે. જે વાંચ્યા બાદ તેના મોતના કારણનો ખુલાસો થયો છે. પોલીસને મળેલી સુસાઈડ નોટ મુજબ, પ્રદન્યા પાર્કર કામ ન મળવાથી ઘણી પરેશાન હતી. તેને લાંબા સમયથી મરાઠી સિનેમામાં કામ મળી રહ્યું નહોતું. આ કારણે તેમણે ઘણી મુશ્કેલી અને આર્થિક તંગીનો સામનો કરવો પડતો હતો. ઉપરાંત તેના પતિનો બિઝનેસ પણ ચાલતો નહોતો. આ કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
પ્રદન્યા પાર્કરે જ્યારે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે તેનો પતિ જિમમાં ગયો હતો. સવારે 9 વાગ્યે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે કોઈએ દરવાજો ખોલ્યો નહોતો. ઘણી સમય સુધી દરવાજો ખખડાવવા છતાં કોઇ પ્રત્યુત્તર ન મળતાં દરવાજો તોડી દેવામાં આવ્યો ત્યારે પ્રદન્યાની બોડી પંખા સાથે લટકતી અને દીકરી શ્રુતિની બોડી બેડરૂમમાંથી મળી હતી.
હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. એક્ટ્રેસે તનાવ અને આર્થિક તંગીના કારણે આ પગલું ભર્યું હોય તેમ કહેવામાં આવી રહ્યું છે. કેટલાક રિપોર્ટમાં પ્રદન્યાએ પતિના અન્ય સ્ત્રી સાથે અફેરના કારણે આ પગલું ભર્યું હોય તેમ જણાવવામાં આવે છે. કોહલીએ તોડ્યો મિયાંદાદનો મોટો રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામે મેળવી આ સિદ્ધી, જાણો વિગતે મુંબઈની હોટલે 2 ઈંડાનું બિલ પકડાવ્યું 1700 રૂપિયા, લોકોને યાદ આવી રાહુલ બોસની ઘટના જયપુરમાં નદી કિનારે ફરતી હતી વિદેશી યુવતી, અચાનક કાઢી નાંખ્યા બધા કપડાને...... વધુ વાંચો