શોધખોળ કરો

love Story : અજબ પ્રેમ કી ગજબ કહાની!!! 2 બાળકોની માતા અને સગીર યુવતી વચ્ચે પાંગર્યો પ્રેમ ને થયો કાંડ

પરિણીત મહિલાની માતાએ પોલીસની સામે તેમના પ્રેમની આખી વાત કહી સંભળાવી હતી.

Jharkhand Love Story :  ઝારખંડના અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો ઘાટ સર્જાયો છે. અહીં બે મહિલાઓ જ એકબીજાના પ્રેમમાં પડતા ચકચાર મચી જવા પામી હતી. આશ્ચર્યની વાત એ છે કે, એક મહિલા 2 બાળકોની માતા છે જ્યારે બીજી હજી સગીર વયની છે. બંને એક બીજાને પામવા ઘર છોડીને ભાગી પણ ગઈ હતી. 

આ ઘટના ધનબાદ જિલ્લાની છે.  પ્રેમનો એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક સગીર યુવતી પરણિત અને બે બાળકોની માતા સાથે પ્રેમમાં પડી હતી. બંનેએ સાથે રહેવાનું નક્કી કર્યું હતું. બંને એક બીજાના પ્રેમમાં એ હદે પાગલ બની હતી કે તેઓ ઘરેથી ભાગી ગઈ હતી. જોકે, પરિવારની ફરિયાદના આધારે પોલીસે મામલો સંજ્ઞાનમાં લઈ બંનેની શોધખોળ શરૂ કરી હતી. પરિણીત મહિલાની માતાએ પોલીસની સામે તેમના પ્રેમની આખી વાત કહી સંભળાવી હતી.

બંને 15 ડિસેમ્બરે ઘરેથી ભાગી ગયા હતા

હકીકતમાં પ્રેમની આ ચોંકાવનારી ઘટના ધનબાદ જિલ્લાના ભુલી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં છૂટાછેડા લીધેલ મહિલા અને સગીર યુવતી એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં બંને 12 દિવસ પહેલા એટલે કે 15 ડિસેમ્બરે ઘરેથી ભાગી ગયા હતા. સગીર યુવતીના ગુમ થયા બાદ તેના સંબંધીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ હજુ સુધી તેમને પકડી શકી નથી. પરંતુ હજી તેમની શોધ ચાલુ છે.

મહિલાએ તેની પુત્રીને પ્રેમમાં ફસાવી?

સગીર યુવતી આ રીતે ઘરેથી ભાગી જવાથી તેના પરિવારજનો પરેશાન છે. બાળકીની માતા સોમવારે પુત્રીના ફોટા સાથે પોલીસ પાસે પહોંચી અને તેને શોધવા માટે આજીજી કરી હતી. માતાએ કહ્યું હતું કે, મહિલા અને તેની પુત્રી એકબીજા સાથે લગ્ન કરવા માંગે છે. પરિવારે તેને ઘણું સમજાવ્યું, પરંતુ તેના માથા પર પ્રેમનું ભૂત સવાર છે. આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે બંનેએ આવું પગલું ભર્યું હોય. આ બંને આ અગાઉ પણ એક વખત ભાગી ચુક્યા છે. જ્યારે મહિલા બે બાળકોની માતા છે પરંતુ તેમ છતાં તેણે મારી પુત્રીની જીંદગી બરબાદ કરી નાખી.

ચારેકોર પ્રેમલગ્નની જ ચર્ચા

કેસની તપાસ કરી રહેલા ધનબાદ જિલ્લાના ગ્રામીણ એસપી અમર કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, એક મહિલાએ તેની પુત્રીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા અનુસાર તેની પુત્રી પરિણીત મહિલા સાથે ભાગી ગઈ છે. બંનેને લેસ્બિયન ગણાવવામાં આવી રહ્યા છે. આ માટે અમે એક ટીમ બનાવી છે. તેમને શોધવા માટે વિવિધ સ્થળોએ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં તેઓ પકડાઈ જશે. તે ઘરેથી કેમ ભાગી ગયો તે બંનેની મુલાકાત બાદ જ સ્પષ્ટ થશે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં બંનેના પ્રેમની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget