શોધખોળ કરો
Advertisement
coronavirusને લઈ ઉબરે ડ્રાઈવરોને આપી છૂટ, શંકા હોય તો ટ્રિપ કેન્સલ કરી શકશો
ઉબરે ડ્રાઈવરોને મોટી છૂટ આપતા કહ્યું કે જો કોઈ પેસેન્જર તેમની ગાડીમાં સવાર છે પરંતુ ડ્રાઈવર પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યો છે તો તે ટ્રિપ કેન્સલ કરી શકે છે.
નવી દિલ્હી: ચીનથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસની અસર 70થી વધુ દેશોમાં જોવા મળી રહી છે. કોરોના દુનિયા માટે સ્વાસ્થ્ય સંકટ લઈને ઉભરી રહ્યું છે. જેને ધ્યાનમાં લેતા ઓનલાઈન કેબ સર્વિસ આપનારી કંપની ઉબરે પણ પોતાના ડ્રાઈવરોને સાવચેતીના ભાગરુપે છૂટ આપી છે. ઉબરે એક નિવેદન જાહેર કરીને કોરોના વાયરસથી સલાહ આપી છે. પોતાના કેબના ડ્રાઈવરને જો પોતાની તબીયત ખરાબ હાય અથવા તો ઠીક ના લાગે તો ગાડી ન ચાલવે.
ઉબરે ડ્રાઈવરોને મોટી છૂટ આપતા કહ્યું કે જો કોઈ પેસેન્જર તેમની ગાડીમાં સવાર છે પરંતુ ડ્રાઈવર પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યો છે તો તે ટ્રિપ કેન્સલ કરી શકે છે. તેના માટે કોઈ પેનાલ્ટી પણ આપવી પડશે નહીં. આ સિવાય કોઈ પણ ડ્રાઈવર જાતિ કે રાષ્ટ્રીયતાને લઈ ભેદભાવ પણ ના કરે.
ઉબેર એક વેશ્વિક કંપની છે, તેથી ચીન, ઈરાન, ઈટાલી અને સાઉથ કોરિયામાં ઉબેર રાઈડ પર કેટલાક પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ચીનમાં 3000થી વધુ લોકોના મોત થયા છે. આ ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટાલીમાં અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. ઈટાલીમાં આ ખતરનાક વાયરસથી અસર પામેલાની સંખ્યા વધીને 3 હજારને પાર પહોંચી ગઈ છે. યુરોપના દેશોમાં ઈટાલી પહેલો દેશ છે, જ્યાં કોરોનાએ આટલી ભયાનક તબાહી મચાવી છે.
અમદાવાદમાં વીજળી સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
યસ બેન્ક પર RBIએ લગાવ્યા નિયંત્રણ, હવે આટલા રૂપિયા જ એકાઉન્ટમાંથી ઉપાડી શકશો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement