શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં વીજળી સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
દ્વારકા, કચ્છ બાદ સુરેંદ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે.
અમદાવાદઃઅમદાવાદમાં સાંજે વીજળી સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના એસજી હાઇવે, જીવરાજપાર્ક, અંજલિ, વેજલપુર અને જુહાપુરા, રાણીપ, વાસણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છ, સુરેન્દ્રનગર બાદ પાટણ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રવિપાક નિષ્ફળ જવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. દ્વારકા, કચ્છ બાદ સુરેંદ્રનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદનું ઝાપટું પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. બનાસકાંઠાના વાવ સુઈગામમાં અચાનક ભારે પવન સાથે ગાજવીજ થતા વરસાદી ઝાપટા પડ્યા. ભાવનગરના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઊંઝાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોના પાકમાં જીવાત પડે તેવી ભીતિ છે.પાટણના શંખેશ્વર તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો.પાટણમાં જીરું ,ચણા ,સવા,ઘઉં રાયડુ,એરંડા સહિતના પાકોને નુકશાન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સુઈગામ તાલુકાના સરહદી ગામડાઓમાં ભારે તોફાની પવન સાથે વરસાદ પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement