શોધખોળ કરો

Aadhaar Update: હવે એક જ મોબાઈલમાં રહેશે આખા પરિવારનાં આધાર કાર્ડ! 28 જાન્યુઆરીથી બદલાઈ જશે નિયમો

હવે ફિઝિકલ કાર્ડ રાખવાની જરૂર નથી. UIDAI આવતીકાલે 'ફેમિલી-ફ્રેન્ડલી' એપ લોન્ચ કરશે, જેમાં એક મોબાઈલમાં આખા પરિવારનો ડેટા રહેશે. મુસાફરી અને હોટલ ચેક-ઈન સુપરફાસ્ટ બનશે.

UIDAI New Update 2026: ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (UIDAI) દ્વારા સામાન્ય નાગરિકો માટે એક મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી આપણે જ્યારે પણ પરિવાર સાથે બહાર ગામ જઈએ ત્યારે સૌથી મોટું ટેન્શન દરેક સભ્યના અસલ આધાર કાર્ડ (Aadhaar Card) અથવા તેની ઝેરોક્ષ સાચવવાનું રહેતું હતું. ઘણીવાર કાર્ડ ખોવાઈ જવાનો ડર પણ રહેતો. પરંતુ હવે આ સમસ્યા ઈતિહાસ બની જશે. UIDAI દ્વારા એક એવી સિસ્ટમ રજૂ કરવામાં આવી રહી છે, જેના દ્વારા હવે આખા પરિવારની ઓળખ માત્ર 1 મોબાઈલ ફોન સાથે લિંક કરી શકાશે.

આવતીકાલે એટલે કે 28 January ના રોજ 'યુઆઈડીએઆઈ દિવસ' (UIDAI Day) નિમિત્તે સરકાર આધાર એપનું નવું અને અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. આ નવું વર્ઝન ખાસ કરીને 'ફેમિલી-ફ્રેન્ડલી' (Family Friendly) બનાવવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની ઓળખ પ્રણાલીને સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ બનાવવાનો છે, જેથી લોકોને ભૌતિક કાર્ડ રાખવાની ઝંઝટમાંથી મુક્તિ મળે.

નવી આધાર એપની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે ઘરના દરેક સભ્ય પાસે સ્માર્ટફોન હોવો જરૂરી નથી. ઘરની મુખ્ય વ્યક્તિ એટલે કે 'હેડ ઓફ ફેમિલી' પોતાના સ્માર્ટફોનમાં ઈન્સ્ટોલ કરેલી એપમાં પરિવારના અન્ય સભ્યો જેવા કે પત્ની, બાળકો કે માતા-પિતાની પ્રોફાઇલ ઉમેરી (Add) શકશે.

આમ કરવાથી તમામ સભ્યોનો ડેટા એક જ જગ્યાએ સેન્ટ્રલાઈઝ થઈ જશે. જ્યારે પણ વેરિફિકેશનની જરૂર પડે ત્યારે અલગ-અલગ કાર્ડ શોધવાને બદલે એક જ મોબાઈલ સ્ક્રીન પર આખા પરિવારનું વેરિફિકેશન થઈ શકશે. આ ફીચર ખાસ કરીને સંયુક્ત પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ સુવિધાનો સૌથી મોટો ફાયદો મુસાફરી દરમિયાન થશે. ટ્રેન કે ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે હવે ટીસી (TC) કે એરપોર્ટ સ્ટાફને અલગ-અલગ આઈડી પ્રૂફ બતાવવાની માથાકૂટ રહેશે નહીં. એક જ ફોન બતાવીને આખો પરિવાર એન્ટ્રી મેળવી શકશે, જેનાથી સમયનો બચાવ થશે અને મુસાફરી સરળ બનશે.

આ ઉપરાંત, હોટલ બુકિંગ, રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા પણ સુપરફાસ્ટ બનશે. એપમાં આપવામાં આવેલા 'સ્કેન-એન્ડ-વેરીફાઈ' (Scan and Verify) ફીચરની મદદથી ડેટા તરત જ ચકાસી શકાશે, જેના કારણે મુસાફરોએ લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડશે નહીં.

છેલ્લે, આ એપ વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણા વડીલો સ્માર્ટફોન વાપરતા નથી અથવા ટેકનોલોજીથી અજાણ હોય છે. હવે તેમનો ડેટા પણ તેમના બાળકોના ફોનમાં સુરક્ષિત રહી શકશે, જેથી તેમણે કાર્ડ સાચવવાની ચિંતા કરવી પડશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Embed widget