શોધખોળ કરો

મોદી 30 જૂન પછી દેશમાં કરશે અનલોક 2ની જાહેરાત, જાણો કઈ કઈ વધારાની છૂટછાટો મળશે ? 

અનલોક-1ના 19 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં અનલોક-2 પર ધ્યાન કેન્દ્રિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 24 માર્ચથી લગભગ ત્રણ મહિના સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ દેશમાં ફરીથી આર્થિક પ્રવૃતિઓ શરૂ કરવા માટે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકોને થોડા નિયંત્રણો સાથે છૂટછાટ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે એક જૂનથી અનલોક-1ની જાહેરાત કરી હતી જેમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય તમામ આર્થિક પ્રવૃતિઓની છૂટ આપી હતી. કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી કડક નિયમો લાગુ રહેશે. અનલોક-1ના 19 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં અનલોક-2 પર ધ્યાન કેન્દ્રિત કરવા તમામ સલામતીના પગલા ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કોવિડ -19ના જે રાજ્યમાં કેસ વધારે છે ત્યાં વધારે સાવચેતી રાખવા પર ભાર મુક્યો હતો. જ્યારે જે રાજ્યમાં કેસ ઓછા થયા છે ત્યાં આરોગ્યની માળખાગત સુવિધાઓ વધારવા પર પણ ભાર મુકાયો હતો. 30 જૂન બાદ અનલોક-2ની જાહેરાત કરવામાં આવશે ત્યારે અનલોક-2માં લોકોને ક્યા પ્રકારની છૂટછાટ આપવામાં આવશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે, અનલોક-2માં લોકોના આર્થિક નુકસાનને કઇ રીતે ઓછો કરી શકાય તે દિશામાં વિચાર કરવો જોઇએ. સાથે ઘટાડેલા પ્રતિબંધોના કારણે  દેશે આર્થિક વેગ પકડ્યો છે. મોંઘવારી નિયંત્રણમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓને વેગ આપવા રાજ્યોએ પગલા ભરવા જ જોઇએ. તે સિવાય રાજ્યોને કોરોનાના ટેસ્ટ, ટ્રેકિંગ, ટ્રેસિંગ પર ધ્યાન આપવું જોઇએ. સ્વસ્થ દર્દીની સંખ્યામાં વધારો દેશ માટે રાહતના સમાચાર છે. ઉપરાંત ઓછા દર્દીઓને આઇસીયૂ અને વેન્ટિલેટર પર રાખવા પડી રહ્યા છે.રાજ્યોએ વાયરસનો સામનો કરવાની ક્ષમતા વધારવા આરોગ્યની માળખાગત સુવિધાઓ, માહિતી પ્રણાલીઓ, અને લોકોની ભાગીદારી પર ભાર મુકવો જોઇએ. સાથે રાજ્યોએ આવા સંકટમાં હેલ્પલાઇન નંબરો પરથી લોકોને મદદ મળે તે સુનિશ્વિત કરવું જોઇએ. ટેલિમેડીસીન દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવા માટે મદદ કરવા વરિષ્ઠ ડોકટરો અને સ્વયંસેવકોની ટીમોની જરૂર રહેશે. ઉપરાંત લોકોને સ્વચ્છતા કેળવવા માટે જાગૃત કરવા જોઇએ. તે સિવાય લોકો માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે પણ ખૂબ જરૂરી છે. જે રાજ્યોમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધુ છે તે અન્ય રાજ્યો સાથે પોતાના અનુભવો શેર કરવા જોઇએ. લોકોને પણ કોરોનાને લઇને વધુ સતર્કતા રાખવા કહેવું જોઇએ. તે સિવાય તમામ નાગરિકો પોતાના ફોનમાં આરોગ્ય સેતું એપ ડાઉનલોડ ફરજિયાત કરે તે પણ ધ્યાન રાખવું જોઇએ.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget