શોધખોળ કરો
Advertisement
ક્યા રાજ્યમાં તબલીગી જમાતના જલસામાં જઈ આવેલા 97ના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ? જાણો વિગત
યૂપીના તબલીગી જમાતમાં સામેલ જે 1330 લોકોની ઓળખ થઈ છે તેમને યૂપીમાં જ કોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે.
લખનઉઃ તબલીગી જમાત સાથે જોડાયેલ એક હેરાન કરી મુકે એવા સમાચાર સામે આવ્યા છે. યૂપીમાં તબલીગી જમાતમાંથી આવેલ 97 લોકોનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અન્યનો રિપોર્ટ પણ ટૂંક સમયમાં આવી જશે. યૂપી તબલગીઘી જમાત સાથે જોડાયેલ 1330 લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમાંથી 258 વિદેશી છે.
યૂપીના તબલીગી જમાતમાં સામેલ જે 1330 લોકોની ઓળખ થઈ છે તેમને યૂપીમાં જ કોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે. તેની સાથે જ 200 લોકોના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે. કહેવાય છે કે, હાલમાં આ શરૂઆતનો રિપોર્ટ છે અને 97 લોકોના બીજી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તબલીગી જમાતના કેસ સામે આવ્યા બાદ લખનઉમાં ઇમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં મંત્રીઓ અને અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા કે યૂપીના જેટલા પણ લોકો તબલીગી જમાતના મરકજમાં સામેલ થયા હતા તે તમામની ઝડપથી ઓળખ કરવામાં આવે અને તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ કરાવવામાં આવે.
ઔરૈયાના મદરેસામાંથી કાઢવામાં આવ્યા 13 લોકો, બધાને કોરેન્ટાઈન કરવામાં આવ્યા
ઉપરાંત યૂપીના ઔરેયૈમાં એક મદરેસામાંથી 13 લોકોનો બહાર કાઢવામાં આવ્યા છે. તેઓ અહીં સાથે રહેતા હતા અને તેમને કોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે. આ 13માંથી 11 લોકો શામલીના છે અને 2 લોકો તેલંગાનાના રાજ્યના છે. હાલમાં તેમના કોરોના વાયરસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
નોંધનયી છે કે, તબલીગી જમાતના કોરોના વાયરસ પોઝિટિવ લોકોના દેશના અલગ અલગ ભાગમાં જવાથી દેશમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ખૂબ જ વધી ગયો છે અને તમામ રાજ્યોની સરકારોએ આ સ્થિનો સામનો કરવા માટે જરૂરી આદેશ આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement