UP Board Paper Leak: અંગ્રેજીનું પેપર લીક થવા મામલે CM યોગી આદિત્યનાથે આપ્યા કડક કાર્યવાહીના નિર્દેશ, STF કરી શકે છે તપાસ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ દોષિતો સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
UP Board Paper Leak News Update: ઉત્તર પ્રદેશમાં 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. બુધવારે ઈન્ટરમીડિયેટ એટલે કે 12માનું અંગ્રેજીનું પેપર લીક થવાની સંભાવના વચ્ચે 24 જિલ્લાના તમામ કેન્દ્રો પર પેપર નહીં લેવા સૂચના આપવામાં આવી છે. હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ દોષિતો સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
The Intermediate English paper has been cancelled in 24 districts. pic.twitter.com/IY2fnZ7JVt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 30, 2022
શિક્ષણ વિભાગના ACS આરાધના શુક્લાએ કહ્યું કે 24 જિલ્લામાં પેપર લીક થયું નથી. માત્ર એક જિલ્લામાં પેપર લીક થયું પરંતુ પરીક્ષાની અખંડિતતા જાળવવા માટે 24 જિલ્લાના તમામ કેન્દ્રો પર પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. આરાધના શુક્લાએ કહ્યું કે આમાં બાળકોનો કોઈ દોષ નથી.
STF તપાસ અંગે ચર્ચા
એક રિપોર્ટ અનુસાર, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ પેપર લીકની તપાસ કરી શકે છે. ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) યુપી સરકારના નિર્દેશો પર ઇન્ટરમીડિયેટ અંગ્રેજી પેપર લીક કેસની તપાસની જવાબદારી લઈ શકે છે. એસીએસ અનુરાધા શુક્લાએ જણાવ્યું હતું કે હાલમાં તે વિચારણા હેઠળ છે.
મંત્રી ગુલાબ દેવીએ કહ્યું કે અમને સવારે માહિતી મળી કે બલિયામાં પેપર લીક થયું છે. તરત જ અમે સીએમ યોગી સાથે મુલાકાત કરી હતી. બલિયામાં જ પેપર લીક થવાની શક્યતા છે. જે સીરિઝના પેપર લીક થયાની આશંકા છે તે 24 જિલ્લાઓમાં ગયા છે તેથી તે જિલ્લાઓમાં પણ પેપર રદ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આટલી કડકાઈ પછી પણ જો કોઈ ભૂલ થશે તો દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે બુધવારે બપોરે બોર્ડે જણાવ્યું કે આગ્રા, મૈનપુરી, મથુરા, અલીગઢ, ગાઝિયાબાદ, બાગપત, બુદૌન, શાહજહાંપુર, ઉન્નાવ, સીતાપુર, લલિતપુર, મહોબા, જાલૌન, ચિત્રકૂટ, આંબેડકર નગર, પ્રતાપગઢ, ગોંડા, ગોરખપુર 19. આઝમગઢ, બલિયા, વારાણસી, કાનપુર દેહાત, એટાહ અને શામલી અંગ્રેજીના પેપર રદ કરવામાં આવ્યા છે. જોકે, બાકીના જિલ્લાઓમાં નિયત સમયપત્રક મુજબ પરીક્ષા લેવામાં આવશે.