(Source: ECI/ABP News/ABP Majha)
Neha Singh Rathore: સિંગર નેહા સિંહ રાઠૌરનો દાવો- 'મારુ ફેસબુક એકાઉન્ટ અસ્થાઇ રીતે બંધ', લગાવ્યો ગંભીર આરોપ
સિંગરે આ જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપી છે. તેને ગુરુવારે ટ્વીટ કરીને લખ્યું- છેલ્લા કેટલાક અઠવાડિઓથી મારા ફેસબુક એકાઉન્ટ હેક કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી.
Neha Singh Rathore Facebook: 'યૂપી મે કા બા' (UP Me Ka Ba) ગીત ગાનારી જાણીતી સિંગર નેહા સિંહ રાઠૌર (Neha Singh Rathore) નું ફેસબુક એકાઉન્ટ અસ્થાઇ રીતે બંધ થઇ ગયુ છે. સિંગરનો દાવો છે કે, બુધવારે સાંજથી તેનુ ફેસબુક (Facebook) એકાઉન્ટ પર માસ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું હતુ, તેને કહ્યું કે, નિંદાની પ્રતિક્રિયામાં આ વલણ ઠીક નથી.
સિંગરે આ જાણકારી પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપી છે. તેને ગુરુવારે ટ્વીટ કરીને લખ્યું- છેલ્લા કેટલાક અઠવાડિઓથી મારા ફેસબુક એકાઉન્ટ હેક કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. કાલે સાંજે મારા એકાઉન્ટનું માસ રિપોર્ટિંગ કરવામાં આવ્યુ, જેના કારણે મારુ એકાઉન્ટ અસ્થાઇ રીતે બંધ થઇ ગયુ છે. નિંદાની પ્રતિક્રિયામાં આ વલણ ઠીક નથી.
કાનપુર કાંડ પર સાધ્યુ હતુ નિશાન -
ખરેખરમાં, કાનપુર અગ્નિકાંડ બાદથી નેહા સિંહ રાઠૌર સતત ચર્ચામાં રહી છે. કાનપુર પોલીસની કાર્યવાહી દરમિયાન માં અને દીકરીની સળગીને મોત થઇ ગયુ હતુ. જે પછી નેહા સિંહ રાઠૌરે પોતાના ગીત દ્વાાર બીજેપી સરકાર પર જબરદસ્ત નિશાન સાધ્યુ હતુ, અને સવાલો કર્યા હતા, જે પછી નેહા સિંહ રાઠૌરને યૂપી પોલીસે નૉટિસ પણ મોકલી હતી, અને તેના ઘરે પોલીસ પણ ગઇ હતી. જેનો વીડિયો સિંગરે શેર પણ કર્યો હતો.
જોકે, નેહા સિંહ રાઠૌરના સમર્થનમાં કેટલાય રાજનેતાઓ અને હસ્તીઓ પણ આવી હતી, સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ માર્કન્ડેય કાટજૂની પણ પ્રતિક્રિયા આવી હતી, ત્યારે નેહા સિંહ રાઠૌરે તેની પ્રતિક્રિયા પર કહ્યું હતુ- સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી માર્કન્ડેય કાટજૂજીએ ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી મને મોકલવામાં આવેલી નોટિસને બિનકાયદેસર ગણાવી છે, અને મને આશ્વાસન આપ્યુ છે કે, ભારતની ન્યાયપાલિકા ન્યાયના પઙક્ષમાં મારી સાથે ઉભેલી છે, જેની પીડાને હું અને મારો પરિવાર ઝીલી રહ્યાં છીએ, તેની જવાબદારી કોણ લેશે ?
UP : યોગી આકરા પાણીએ, ઉમેશ પાલ હત્યાકાંડમાં અલ્હાબાદ યૂનિવર્સિટીની આખી મુસ્લિમ હોસ્ટેલ સીલ
Muslim Hostel Sealed : ઉત્તર પ્રદેશમાં ઉમેશ પાલ હત્યાકાંડમાં યોગી સરકારે સપાટો બોલાવ્યો છે. પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના બે સરકારી ગનર્સની હત્યાને દસ દિવસ વીતી ગયા છે. આ મામલે હત્યાઆઓને ઝડપી પાડવા યુપી પોલીસ મોટાપાયે ઓપરેશન ચલાવી રહી છે. પોલીસ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં એક શૂટર અને મદદગાર માર્યા ગયા છે. સાથે અતિક અને ગેંગની મિલકતો પર પણ બુલડોઝર ફરી વળ્યું છે. પોલીસ-પ્રશાસન હવે અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી છે.
પોલીસ-પ્રશાસન આકરી કાર્યવાહી કરતા અલ્હાબાદ યુનિવર્સિટીની મુસ્લિમ હોસ્ટેલને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ અને અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી.
હોસ્ટેલના રૂમ નંબર-36માં કાવતરું ઘડવામાં આવ્યું હતું
નોંધપાત્ર વાત એ છે કે, હત્યા કેસનો એક આરોપી સદાકત ખાન આ હોસ્ટેલમાં રહેતો હતો. પોલીસનો દાવો છે કે, ઉમેશ પાલની હત્યા કરવા માટે હોસ્ટેલના રૂમ નંબર-36માં મીટિંગ યોજાઈ હતી. ભૂતકાળમાં પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ કહ્યું હતું કે, હત્યાનું કાવતરું મુસ્લિમ હોસ્ટેલના રૂમમાં ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં સામેલ કાવતરાખોર સદાકત ખાનના પુત્ર શશમશાદ ખાનની ઉત્તર પ્રદેશ એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ગાઝીપુરનો રહેવાસી છે અને એલએલબીનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. જે મુસ્લિમ હોસ્ટેલમાં રહેતો હતો.
ઉમેશ હત્યામાં વિજય ઉર્ફે ઉસ્માન માર્યો ગયો, 10 દિવસમાં બીજું એન્કાઉન્ટર
ઉમેશ પાલની પ્લાનિંગ અને ષડયંત્ર રચીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં બોમ્બ એટલા માટે ફેંકવામાં આવ્યો હતો કારણ કે, લોકો ડરીને સ્થળ પરથી ભાગી જાય. શૂટરે સીસીટીવી કેમેરાના દાયરામાં આવવાથી બચવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ પ્રયાગરાજ કોર્ટમાં જુબાની આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. તેની સાથે બે ગનર્સ હતા, પરંતુ ઉમેશ પાલ એ વાતથી તદ્દન અજાણ હતાં કે, એક ગાડી તેમનો પીછો કરી રહ્યું હતું.
ઉમેશ પાલની કાર શેરીમાં પહોંચતા જ તે કારમાંથી નીચે ઉતરે છે. આ સાથે જ ચારે બાજુથી ગોળીઓ વરસાવવામાં આવે છે. ઉમેશ પોતાનો જીવ બચાવવા શેરીમાં ભાગ્યો, ત્યાં સુધી તેના ગનર્સે પણ હુમલાખોરોને જવાબ આપવા માટે ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ જવાબ અપૂરતો સાબિત થયો અને બંનેના ઢીમ ઢાળી દેવામાં આવ્યા.
અસદ ઉમેશ પાલ પર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો
હત્યા કેસનો મુખ્ય આરોપી માફિયા ડોન અતીક અહેમદ છે, જેનો ત્રીજો પુત્ર અસદ ઉમેશ પાલ પર ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. શરૂઆતમાં તો પોલીસ અસદનું નામ જ લેવાતી બચતી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ પ્રયાગરાજ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, અસદ જ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેના પર 2.5 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે.