શોધખોળ કરો
Advertisement
પ્રધાનમંત્રીની 'ચાય પે ચર્ચા'નો રાહુલ આપશે જવાબ, યૂપીમાં કરશે 'ખાટ સભા'
નવી દિલ્હીઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 6 સપ્ટેમ્બરથી ઉત્તર પ્રદેશમાં શરૂ કરવામાં આવતી 'મહાયાત્રા' દરમિયાન અનેક જગ્યા પર 'ખાટ સભા' કરશે. 'ખાટ સભા' દ્વારા ખાટ સભા કરીને રાહુલ એક સાથે હાજરો લોકો સાથે સીધો સંવાદ કરશે.
તેના માધ્યમથી રાહુલ ગાંધી ગલિઓ અને શેરીઓમાં જઈને ખેડૂતો, મહિલાઓ, બાળકો સહિત સમાજના તમામ વર્ગના લોકોને મળીને તેની સમસ્યા સમજશે અને તેનો અવાજ ઉઠાવીને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે.
સૂત્રો અનુસાર પ્રથમ ખાટ સભા કુશીનગરમાં કરવામાં આવી શકે છે અને તેના માટે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓને તૈયારી કરવાનું પણ કહેવામાં આવ્યું છે. જોકે આખરી નિર્ણય વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
કોંગ્રેસની તૈયારી છે કે એક એક ખાટ સભામાં અંદાજે 10 હજાર ખાટલા લગાવવામાં આવે જેના પર બેસીને યૂપીના લોકો રાહુલ ગાંધી સાથે સીધો સંવાદ કરશે. રાહુલ ગાંધીની આ ખાટ સભાઓમાં જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. સૂત્રો અનુસાર આ રણીનીતિ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી માટે બનાવી છે.
કોંગ્રેસને આશા છે કે રાહુલની ખાટ સભાઓથી પાર્ટી એવું જ વાતાવરણ ઉભું કરવામાં સફળ થઈ શકશે જેમ વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની 'ચાય પે ચર્ચા' કાર્યક્રમ દ્વારા કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement