શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ચુકેલી બોલીવુડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- શિવસેનામાં.....
બોલીવુડ અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં સામેલ થઈ હતી. પરંતુ કોંગ્રેસમાં સામેલ થયાના માત્ર પાંચ મહિનામાં જ પાર્ટી છોડી દીધી હતી. જે બાદ તે અન્ય પાર્ટીમાં જોડાશે તેવી અટકળો થઈ રહી હતી પરંતુ હવે આ અંગે તેણે ખુદ ખુલાસો કર્યો છે.
નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકર લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં સામેલ થઈ હતી. પરંતુ કોંગ્રેસમાં સામેલ થયાના માત્ર પાંચ મહિનામાં જ પાર્ટી છોડી દીધી હતી. જે બાદ તે અન્ય પાર્ટીમાં જોડાશે તેવી અટકળો થઈ રહી હતી પરંતુ હવે આ અંગે તેણે ખુદ ખુલાસો કર્યો છે.
મંગળવારે તેણે એક નિવેદનમાં કહ્યું, હું કોઈ અન્ય પાર્ટીમાં સામેલ નથી થઈ રહી. તેથી મારા વતી મીડિયાને એક વિનંતી છે કે આ પ્રકારના કોઈ અહેવાલ ન પ્રસિદ્ધ કરે. શિવસેના નેતા મિલિંદ નાર્વેકર સાથે ઉર્મિલા સંપર્કમાં હોવાના અહેવાલ આવ્યા બાદ તેની શિવસેનામાં જોડાવાની અટકળો તીવ્ર બની હતી. મિલિંદ શિવસેના પ્રમુખના અંગત સચિવ છે.
ઉર્મિલા નોર્થ મુંબઈથી લોકસભા ચૂંટણી લડી હતી. તેને ભાજપના ગોપાલ શેટ્ટીએ 4.6 લાખ મતથી હરાવી હતી. ઉર્મિલાએ હાર બાદ મુંબઈ કોંગ્રેસના એ વખતના પ્રમુખ મિલિંદ દેવરાને એક પત્ર લખ્યો હતો. ઉર્મિલાએ એમનાં સિનિયર સાથી સંજય નિરુપમનાં જૂથની આકરી ટીકા કરી હતી. મુંબઈ કોંગ્રેસમાં અંદરોઅંદર જૂથવાદથી નારાજ ઉર્મિલાએ કહ્યું કે, મારી રાજનીતિક અને સામાજીક સંવેદનાઓ મોટા લક્ષ્ય મેળવવા માટે છે, પરંતુ મુંબઈ કોંગ્રેસની અંદરોઅંદરની રાજનીતને કારણે આવું નથી કરી શકતી.
એ પત્રમાં ઉર્મિલાએ નિરુપમના નિકટના સહયોગી સંદેશ કોંડવિલકર અને ભૂષણ પાટીલ પર આરોપ મૂક્યો છે કે એ બંનેએ પોતાને ચૂંટણીપ્રચારમાં સહાયતા કરી નહોતી. ઉર્મિલાએ દાવો કર્યો છે કે સ્થાનિક સ્તરે પાર્ટી નેતૃત્ત્વની નિષ્ફળતા અને મુંબઈ કોંગ્રેસમાં પરસ્પર તંગદિલીએ લોકસભા ચૂંટણી દરમિયાન પોતાનાં પ્રચારમાં અવરોધ પેદા કર્યા હતા.
અમદાવાદમાં ટ્રાફિક પોલીસે પહેલા દિવસે જ વસૂલ્યો અધધ દંડ, જાણો વિગતે
અખબારે છાપ્યું બેન સ્ટોક્સના સાવકા પિતા સાથે જોડાયેલું 31 વર્ષ જૂનું રહસ્ય, જાણીને લાગી જશે આંચકો
PoK પર વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જલ્દી હશે ભારતનો ભૌગોલિક હિસ્સો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement