શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આયુર્વેદથી થશે કોરોનાની સારવાર, અમેરિકા અને ભારત બનાવી રહ્યું છે ક્લીનિકલ ટ્રાયલની યોજના
ભારતીય દવા કંપનીઓ ઓછા ખર્ચવાળી દવાઓ અને રસીનું ઉત્પાદનમાં સૌથી આગળ છે અને આ મહામારી વિરૂદ્ધ લડાઈમાં આ કંપનીઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય રાજદૂતે કહ્યું કે, ભારત અને અમેરિકામાં આયુર્વેદિક ડોક્ટર અને રિસર્ચર કોરોના વાયરસની સારવાર માટે આયુર્વેદના ક્લીનિકલ ટ્રાયલની યોજના બનાવી રહ્યા છે.
અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધૂએ બુધવારે ઇન્ટિમેન્ટ ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને ડોક્ટરોના એક ગ્રુપ સાથે એક વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું કે, કોરોના વિરૂદ્ધ લડાઈએ બન્ને દેશોના વૈજ્ઞાનિક સમુદાયને સાથે લાવ્યા છે. અમારી સંસ્થા પણ સંયુક્ત રિસર્ચ, શિક્ષણ અને તાલીમ કાર્યક્રમોના માધ્યમથી આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે સહયોગ કરી રહી છે. વૈજ્ઞાનિક જ્ઞાન અને રિસર્ચ સંશાધનોનું આદાન પ્રદાન કરી રહ્યા છે.
ઇન્ડો-યૂએસ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી ફોરમ (IUSSTF) હંમેશા પોતાની ગતિવિધિઓના માધ્યમથી સાઈન્સ-ટેક્નોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવામાં સહાયક રહી છે. કોવિડ-19નો સામનો કરવા માટે IUSSTFએ સંયુક્ત રિસર્ચ અને સ્ટાર્ટ-અપ અંગજમેન્ટ માટે એક કોલ કર્યો હતો. તેમાં મોટી સંખ્યામાં આવેલ પ્રસ્તાવો પર બન્ને પક્ષના નિષ્ણાંતો ફાસ્ટ ટ્રેક મોડ પર સમીક્ષા કરી રહ્યા છે.
ભારતીય દવા કંપનીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ
સંધૂએ કહ્યું કે, ભારતીય દવા કંપનીઓ ઓછા ખર્ચવાળી દવાઓ અને રસીનું ઉત્પાદનમાં સૌથી આગળ છે અને આ મહામારી વિરૂદ્ધ લડાઈમાં આ કંપનીઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમના અનુસાર આ કેસમાં અમેરિકાની સંસ્થાઓની સાથે ભારતીય રસી કપંનીઓની વચ્ચે ઓછામાં ઓછા ત્રણ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. બન્ને દેશોના નિષ્ણાંતો કોરોના વેક્સીનના વિકાસમાં ઝડપ લાવવા માટે રિસર્ચમાં લાગ્યા છે.
આ સહયોગ માત્ર ભારત અને અમેરિકા માટે ફાયદાકારક સાબિત નહીં થાય પરંતુ વિશ્વભરના એ અબજો લોકો માટે ફાયદાકારક હશે જેમને કોરોનાનો સામનો કરવા માટે રસીની જરૂરત હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion