શોધખોળ કરો
Advertisement
યોગી સરકારનો મોટો નિર્ણય: કઈ 11 ઈન્ડસ્ટ્રીઝને ખોલવાની આપી છૂટ? જાણો
સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે ત્યારે 14મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 દિવસનું લોકડાઉન લંબાવ્યું હતું. ત્યાર બાદ એક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે ત્યારે 14મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 દિવસનું લોકડાઉન લંબાવ્યું હતું. ત્યાર બાદ એક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. જેમાં ઘણાં લોકોને શરતી છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં 11 ઈન્ડસ્ટ્રીઝને છૂટછાટ આપવામાં આવશે જોકે તે અંગે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ પ્રમાણે જિલ્લા પ્રશાસન અને મેડિકલ વિભાગ નક્કી કરશે. આ તમામ નિયમોને આધારે યોગી સરકારે મોટી નિર્ણય કર્યો હતો જેમાં 11 ઈન્ડસ્ટ્રીઝને શરૂ કરવાની જાહેરાત કરી છે.
કોરોના સંકટની વચ્ચે ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. પ્રદેશ સરકારે જરૂરી સેવાઓની સાથે 11 પ્રકારના ઉદ્યોગોને સશર્ત ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. હાલમાં સતત પ્રક્રિયા ઉદ્યોગોના સંચાલનને પરવાનગી આપી દેવાઈ છે.
સ્ટીલ, રિફાઈનરી, સિમેન્ટ, રસાયણ, ઉર્વરક, કાપડ ઉદ્યોગ, ફાઉન્ડ્રીઝ, પેપર, ટાયર, ચીની મિલને ચલાવવાની પરવાનગી આપવામાં આવી છે. આ સાથે કોમન એક્લૂએન્ટ ટ્રટીમેન્ટ પ્લાનને શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પ્રથમ ચરણમાં વધારેમાં વધારે 50 ટકા શ્રમિકોથી ચાલનારા યૂનિટને પરવાનગી મળી છે. આ દરમિયાન પ્રશાસનિક કાર્યાલયને ખોલવાની પરવાનગી મળશે નહીં. આ ઉપરાંત હોટસ્પોર્ટ એરિયામાં યૂનિટ ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
ઔદ્યોગિક પરિસરમાં ગાઈડલાઈન પ્રમાણે, તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. ગાઈડલાઈન્સનું પાલન જિલ્લા પ્રસાશન અને મેડિકલ વિભાગ નક્કી કરશે. આ દરમિયાન કોઈ પણ કર્મચારીમાં કોરોના લક્ષણો જોવા મળશે તો જિલ્લા પ્રસાશનને જાણ કરવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement