શોધખોળ કરો
Advertisement
ઉત્તરાખંડના નાણામંત્રી પ્રકાશ પંતનું નિધન, PM મોદીએ દુખ વ્યક્ત કર્યું
પ્રકાશ પંત લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર અમેરિકા પહેલા દિલ્હીની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત તેમના હાલચાલ જાણવા માટે હાલમાં જ દિલ્હી ગયા હતા.
નવી દિલ્હી: ઉત્તરાખંડ સરકારના નાણામંત્રી પ્રકાશ પંતનું નિધન થઈ ગયું છે. તેઓએ અમેરિકામાં આજે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યાં અને તેની સારવાર અમેરિકામાં ચાલી રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વિટ કર્યું કે ઉત્તરાખંડના નાણામંત્રી પ્રકાશ પંતના અવસાનથી દુખી છું. તેમના સંગઠનાત્મક કુશળતાએ ભાજપને મજબૂત બનાવવામાં મદદ કરી અને પ્રશાસનિક કૌશલે ઉત્તરાખંડના વિકાસમાં યોગદાન આપ્યું. મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે.
પ્રકાશ પંત લાંબા સમયથી બીમાર હતા. તેમની સારવાર અમેરિકા પહેલા દિલ્હીની એક હોસ્પિટલમાં ચાલી રહી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત તેમનો હાલચાલ જાણવા માટે હાલમાં જ દિલ્હી ગયા હતા. થોડા સમય પહેલા જ તેમના વિભાગના તમામ મંત્રાલયનો કાર્યભાર મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહે સંભાળ્યો હતો.Anguished by the passing away of Uttarakhand’s Finance Minister Shri Prakash Pant. His organisational skills helped strengthen the BJP and administrative skills contributed to Uttarakhand’s progress. My thoughts are with his family and supporters. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion