(Source: ECI/ABP News/ABP Majha)
Uttarakhand Political Crisis: આજે સાંજે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રી, આપી શકે છે રાજીનામું
Uttarakhand Politics: ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે ત્રણ નામ સૌથી આગળ ચાલી રહ્યા છે.
દેહરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું સીએમ પદેથી હટવાનું લગભગ નક્કી થઈ ગયું છે. આજે સાંજે ચાર વાગે તેઓ રાજ્યપાલ બેબી રાની મૌર્ય સાથે મુલાકાત કરશે. સીએમ રાવત રાજ્યપાલને રાજીનામું સોંપી સકે છે. આ દરમિયાન બીજેપી પ્રદેશ અધ્યક્ષ બંશીધર ભગત પણ હાજર રહેશે.
ભાજપના હાઇકમાન્ડને રાવતે તેમના નિર્ણયથી માહિતગાર કરી દીધા હોવાનું કહેવાય છે. હવે રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ટૂંક સમયમાં જ ધારાસભ્યની બેઠક મળશે. જેમાં નવા નેતાની પસંદગી કરવામાં આવશે.
કોણ બની શકે છે સીએમ
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે ત્રણ નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. રાજ્યસભા સાંસદ અનિલ બલૂની, નૈનીતાલથી લોકસભા સાંસદ અજય ભટ્ટ અને કેબિનેટ મંત્રી ધન સિંહ રાવતનું નામ સીએમની રેસમાં આગળ છે. ત્રણેયમાંથી કોઇ એકને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.
આ દરમિયાન કેબિનેટ મંત્રી સતપાલા મહારાજે પણ સંઘના અગ્રણી નેતાઓ સાથે મુલાકાત કરી હતી. નવા સીએમ માટે સતપાલ મહારાજનું નામ પણ ચર્ચામાં હોવાનું કહેવાય છે.