શોધખોળ કરો

Uttarkashi Tunnel Rescue : ટનલમાંથી બહાર આવ્યા તમામ 41 મજૂર, લાગ્યા ભારત માતા કી જયના નારા

Uttarkashi Tunnel Rescue Live:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરો 17 દિવસ બાદ બહાર આવ્યા છે.

LIVE

Key Events
Uttarkashi Tunnel Rescue : ટનલમાંથી બહાર આવ્યા તમામ 41 મજૂર, લાગ્યા ભારત માતા કી જયના નારા

Background

Uttarkashi Tunnel Rescue Live:ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોનો આજે 17મો દિવસ છે. છેલ્લા બે અઠવાડિયાથી નિર્માણાધીન સિલક્યારા-બડકોટ ટનલમાં ફસાયેલા 41 કામદારોને બહાર કાઢવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર કરવા માટે રવિવારે ટનલની ઉપરથી વર્ટિકલ 'ડ્રિલિંગ' શરૂ કરવામાં આવી હતી.

વર્ટિકલ ડ્રિલિંગનું કામ 36 મીટર સુધી પહોંચી ગયું છે. દરમિયાન નિષ્ણાતો 'રેટ હોલ માઇનિંગ' ટેકનિકનો ઉપયોગ કરીને કાટમાળને સાફ કરવા માટે સ્થળ પર પહોંચ્યા અને તેમનું કામ શરૂ કર્યું હતું. ઉત્તરાખંડમાં ચારધામ માર્ગ પર બનાવવામાં આવી રહેલી સાડા ચાર કિલોમીટરની ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે ફસાયેલા કામદારોના બહાર આવવાની વધતી જતી રાહ વચ્ચે વર્ટિકલ ડ્રિલિંગ એ પાંચ વિકલ્પોમાંથી એક છે જેના પર કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ઉત્તરાખંડ સરકાર દ્વારા બચાવ કામગીરીમાં મદદ કરવા માટે નિયુક્ત નોડલ ઓફિસર નીરજ ખૈરવાલે સિલક્યારામાં મીડિયાને જણાવ્યું કે વહેલી સવાર સુધી કાટમાળની અંદર ફસાયેલા ઓગર મશીનના ભાગોને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે ઓગર મશીનનો કેટલોક ભાગ પાઇપની અંદર ફસાઈ ગયું હતું અને હવે તેને પણ કાઢી નાખવામાં આવ્યો છે. અન્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરતી અમેરિકન ઓગર મશીન તૂટી ગયાના એક દિવસ બાદ વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ટનલમાં ફસાયેલા કામદારો સુધી પહોંચવા માટે કુલ 86 મીટરનું વર્ટિકલ ડ્રિલિંગ કરવામાં આવશે અને તેમાં ચાર દિવસનો સમય લાગશે.

મજૂરોના પરિવારજનોને આશા છે કે ટનલની અંદર હાજર તમામ કામદારોને જલ્દીથી બહાર કાઢવામાં આવશે. સુરંગનો એક ભાગ તૂટી પડવાને કારણે કુલ 41 કામદારો ફસાયા છે અને તેમને બચાવવાની કામગીરી કોઈને કોઈ કારણસર અવરોધાઈ રહી છે.

20:18 PM (IST)  •  28 Nov 2023

Uttarkashi Tunnel Rescue Live:  10 કામદારોને બહાર કાઢવામાં આવ્યા

અત્યાર સુધીમાં 10 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ ત્યાં હાજર છે. એકસાથે ચાર મજૂરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. 

19:59 PM (IST)  •  28 Nov 2023

2 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા

બચાવ કામગીરીની સફળતા બાદ મજૂરોના પરિવારજનો, બચાવ દળ અને વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં એક પછી એક કામદારોને બહાર કાઢવામાં  આવી રહ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 2 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે. 

18:50 PM (IST)  •  28 Nov 2023

વાઇબ્રેશનને કારણે ફરીથી કાટમાળ તૂટ્યો

ટનલમાં પાઈપ કાપ્યા બાદ અંદર 800 મીમીની પાઈપ નાખતી વખતે થયેલા વાઇબ્રેશનને કારણે ફરીથી કાટમાળ તૂટ્યો હતો. તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કામદારોને બહાર આવતા ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગી શકે છે.

18:49 PM (IST)  •  28 Nov 2023

સૈયદ અતા હસનૈને કહ્યું- આખી રાત લાગી શકે છે

એનડીએમએના સભ્ય સૈયદ અતા હસનૈને જણાવ્યું હતું કે ગઈકાલથી 47 મીટરની હોરિજોન્ટલ પ્રોબ ચાલ્યુ છે. તેનાથી મેન્યૂઅલ ખોદાણ કરવામાં આવ્યું છે. તે ઘણું દૂર સુધી પહોંચી ગયું છે, અંદાજે 58 મીટર ખોદકામ કરવામાં આવ્યું છે.  લોકોને અંદર મોકલવામાં આવશે, દરેક વ્યક્તિને બહાર લાવવામાં 3 થી 5 મિનિટનો સમય લાગી શકે છે. મને લાગે છે કે તે આ કામમાં રાત લાગી શકે છે. સમગ્ર ભારત સરકાર અને તેની તમામ એજન્સીઓ, તમામ પ્રકારના લોકો સામેલ છે. 41 મજૂરોને ઋષિકેશ લઈ જવામાં આવશે.

15:02 PM (IST)  •  28 Nov 2023

ટનલની બહાર એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી હતી

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget