Corona Vaccination: બાળકોના રસીકરણને લઈને મોટા સમાચાર, માર્ચથી 12-14 વર્ષની વયના બાળકોને રસી અપાશે
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે ભારતમાં 12 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપી છે.
![Corona Vaccination: બાળકોના રસીકરણને લઈને મોટા સમાચાર, માર્ચથી 12-14 વર્ષની વયના બાળકોને રસી અપાશે vaccination of children from 12 to 14 years may start by march Corona Vaccination: બાળકોના રસીકરણને લઈને મોટા સમાચાર, માર્ચથી 12-14 વર્ષની વયના બાળકોને રસી અપાશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/17/462cbd442797cc68e12407aa9796b667_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Covid Vaccination On Children: દેશમાં cowin પોર્ટલ અનુસાર, 15 થી 17 વર્ષની વય જૂથમાં 3,45,35,664 રસીની પ્રથમ માત્રા આપવામાં આવી છે. આ વયજૂથમાં લગભગ સાડા સાત કરોડ બાળકો છે. 15 થી 17 વર્ષની વયજૂથના બાળકોમાં જે ઝડપે રસીકરણ થઈ રહ્યું છે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં થઈ જવાની ધારણા છે, ત્યારબાદ 12 થી 14 વર્ષની વયજૂથમાં રસીકરણ શરૂ કરી શકાશે.
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે ભારતમાં 12 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સીન 12 થી 18 વર્ષની વયજૂથમાં આપી શકાય છે. અત્યારે આ રસી 15 થી 17 વયજૂથમાં આપવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલય અને NTAGIના સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચ સુધીમાં 15 થી 17 વયજૂથના રસીકરણ બાદ આ બાળકોનું રસીકરણ પણ શરૂ કરી શકાશે અને આ માટે રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે જ સમયે, રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ બેઠકમાં આ અંગે નિર્ણય લેશે.
દેશમાં કોરોનાના કેસ
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2 લાખ 58 હજારથી વધુ કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના 16 લાખથી વધુ સક્રિય કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 2,58,089 નવા કેસ નોંધાયા છે અને 1,51,740 રિકવરી થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 385 લોકોના મોત થયા છે.
ભારતમાં કોરોનાના નવા પ્રકાર, ઓમિક્રોન કેસની વાત કરીએ તો ભારતમાં તેના કેસ વધીને 8,209 થઈ ગયા છે. ગઈકાલના આંકડાની સરખામણીએ તેમાં 6.02 ટકાનો વધારો થયો છે.
ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, ભારતમાં ગઈકાલે એટલે કે રવિવાર સુધી કોરોના વાયરસ માટે 13,13,444 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 70,37,62,282 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
એક્ટિવ કેસો: 16,56,341
કુલ રિકવર: 3,52,37,461
કુલ મૃત્યુઃ 4,86,451
કુલ રસીકરણ: 1,57,20,41,825
ઓમિક્રોનના કુલ કેસ: 8,209
દેશમાં અત્યાર સુધી રસીકરણ
ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 157.20 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)